89 હજારના ચોરાઉ માલસામાન સાથે પોલીસે એક તસ્કર પકડયો

89 હજારના ચોરાઉ માલસામાન સાથે પોલીસે એક તસ્કર પકડયો
ગાંધીધામ, તા. 20 : પૂર્વ કચ્છ એલ.સી.બી.ની ટુકડીએ ભચાઉમાં થયેલી ચોરીના બનાવમાં આરોપીને ઝડપી પાડી ચોરાઉ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પાલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ચોરીના વણઉકેલ્યા બનાવ શોધી કાઢવાની સૂચનાના આધારે એલ.સી.બી.ની ટુકડીએ વોચ ગોઠવી હતી. મહિન્દ્રા જીપ લઈ આરોપી પસાર થતાં તેને રોકી પૂછપરછ કરી હતી. આરોપી લાલો ગોરધન દેવીપૂજક જીપમાં પડેલા મુદ્દામાલના કોઈ પુરાવા આપી શકયો ન હતો. કડક પૂછપરછ દરમ્યાન તેણે ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે રૂા. 89 હજારની કિંમતના લોખંડના એંગલ અને જીપકાર કબ્જે કરી હતી. આ અંગે ભચાઉ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer