ચેક પરત થવાના કેસમાં રાપરની કોર્ટે ફટકારી સજા

ગાંધીધામ, તા. 20 : ખાતામાં અપૂરતા ભંડોળના કારણે પરત થયેલા ચેકના એક કેસમાં રાપરની અદાલતે સજા ફટકારતો ચુકાદો આપ્યો હતો. આ કેસની વિગતો એવી હતી કે ફરિયાદી પારસ પ્રભુલાલ મહેતાએ સંબંધના નાતે ધનજી નારણ રાવત (પટેલ)ને 15 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. જેની સામે ચેક અપાયો હતો. આ ચેક ખાતામાં અપૂરતા ભંડોળના કારણે પરત થયો હતો. આ કેસ રાપરના ન્યાયાધીશ પી.કે. ગઢવી સમક્ષ ચાલી જતાં તેઓએ ચેક આપનાર ધનજીભાઈને તકસીરવાન ઠરાવી એક વર્ષ સાદી કેદ તથા એક મહિનામાં ચેકની રકમ વળતરપેટે ચૂકવવા તથા જો આ રકમ ન ચૂકવે તો વધુ છ માસની કેદની સજા કરવા હુકમ કર્યો હતો. ફરિયાદી પક્ષે ધારાશાત્રી આઈ.ડી. ગઢવીએ દલીલો કરી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer