ભુજમાં જાહેરમાં જૂગટું ખેલતા ત્રણ પાંજરે પુરાયા

ગાંધીધામ, તા. 20 : ભુજમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શકુનિશિષ્યો કાયદાના સકંજામાં આવી ગયા હતા. પોલીસના સત્તાવાર સાધનોના જણાવ્યા પ્રમાણે પૂર્વ બાતમીના આધારે ભુજ બી-ડિવિઝન પોલીસે દીપક પેટ્રોલપંપની સામે આવેલી ગલીમાં આજે સાંજે પાંચ વાગ્યાના અરસામાં દરોડો પાડયો હતો. આરોપીઓ હિતેન્દ્ર દુર્ગાદત્ત ભટ્ટ, આરબ ઈભલા શેખ અને મામદ હુસેન તીનપત્તી વડે હારજીતનો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. આ કાર્યવાહી દરમ્યાન રૂા. 2750 રોકડા કબ્જે કરાયા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer