પાણીની અસહ્ય તંગીથી પીડાતા પચ્છમનાં ગામો

પાણીની અસહ્ય તંગીથી પીડાતા પચ્છમનાં ગામો
મુસા સુમરા દ્વારા - 
સુમરાપોર (તા. ભુજ), તા. 14 : ભુજ તાલુકાના સરહદી પચ્છમ વિસ્તારમાં પાણીની વિકટ તંગી સર્જાતાં સરહદને અડીને આવેલા ગામડાઓમાં માનવી તેમજ પશુધન અહીં-તહીં ભટકીને પાણી માટે તરસી રહ્યા હોવાના ઠેરઠેર અહેવાલો મળી રહ્યા છે. પાણીની જાત માહિતી જાણવા કચ્છમિત્રે તંગીગ્રસ્ત વિવિધ?ગામોની મુલાકાત લીધી હતી. ગરમાગરમ લૂ અને વૈશાખના સૂસવાટા મારતા ધૂળની ડમરીઓ સાથે પવનો પવિત્ર રમજાન  મહિનામાં રોજા રાખીને ભરબપોરે પાણીનાં એક બેડાં માટે કેટલાય કિ.મી.નું પંથ કાપતી  પનિહારીઓના જ્યારે દૃશ્ય જોવામાં આવ્યા ત્યારે ખરેખર પાણીની કિંમત અને તંગી શું છે તેનો અહેસાસ થયો હતો.કુરન ગ્રા.પં.ના સરપંચ સોઢા લખાજી વેલાજીએ જણાવ્યું હતું કે, પશુઓ માટે પ્રાઇવેટ ટેન્કર તો આવે છે પણ લોકોને પીવાનાં પાણીની મોટી સમસ્યા છે. પાઇપલાઇન વાટે છથી આઠ દિવસે માંડ?માંડ પાણી આવે છે. તેમાં થાય શું ? રજૂઆતો સંભળાતી નથી. કોટડા મોટા ગ્રા.પં.ના અગ્રણી અલારખા ગફુર સમાએ પાણી ઉપરથી આવતું નથી જેને આઠ-આઠ?દિવસ થઇ?જાય છે જેના પાણીના કારણે ગામમાં વિખવાદ સર્જાય છે તો વળી પાણીની ગંભીર સમસ્યા ધ્રોબાણા ગ્રા.પં.નું સુમરાપોર ગામ ભોગવે છે. પાણી પાઇપલાઇનથી 15-20 દિવસે એકાદ વાર આવે. ચોપડા પર ગામને પાણી નિયમિત અપાય છે એવું બતાવાય છે. પશુઓ માટે ટેન્કર અવાડામાં અપાય છે જે પશુઓ માટે ઠલવાતું અવાડાનું પાણી લોકો નાછૂટકે ઉપયોગ કરે છે. ગામથી દોઢ કિલોમીટર પાણીનો કૂવો હતો તેનું પાણી સંપૂર્ણ ખારું થઇ ગયું છે, તો ગામથી ઉપરવાસમાં આવેલી `મુસાણીવાસ'માં દર ચોથા-પાંચમા દિવસે એક સરકારી ટેન્કરથી અપાય છે જે પાણી એક ટેન્કરથી પૂરું થાય કેમ ? જો દર બીજા દિવસે ટેન્કરથી નિયમિત પાણી અપાય તો રાહત થાય એવું ગફુર મુસા સુમરાએ કહ્યું હતું.ધ્રોબાણા ગ્રા.પં.ના સરપંચ સધિક ભુંગર સમાએ વધુમાં જણાવ્યું હતું કે, ધ્રોબાણામાં પાણી લાઇનથી તો કેટલાય મહિનાઓથી બંધ?છે પણ?જે પ્રાઇવેટ કોન્ટ્રેક્ટરના ટેન્કરથી પાણી અપાય છે તે પણ અપૂરતું છે. જો પાઇપલાઇનથી જ નિયમિત પાણી પૂરું પડાય તો જ સમસ્યા હલ થાય તેમ છે. પણ મેઇન તો જ્યાં આખા વિસ્તારનું પાણી એમ.ઇ.એસ.માં સ્ટોરેજ કરાય છે તે પણ પાણી ખૂટી જાય છે અને તંત્રના ઉચ્ચ અધિકારીઓ તરફથી એક જ જવાબ મળે છે કે પાણી સમ્પમાં જ નથી કે મોટર બળી ગઇ?છે. દિનારા નાના-મોટા ગ્રા.પં.ના ગામો તેમજ પેટા પરાંની વાંઢોમાં પણ પાણીની એ જ હાલત છે. તો વળી રતડિયા જૂથ ગ્રા.પં.ના નાના પૈયા, સીમરીવાંઢ અને રોહાતડમાં પણ પાણીની વિકટ તંગી છે. આજુબાજુ ક્યાંય પાણી નથી, જે નદી-નાળાંમાં વીરડાઓ હતા તે પણ સુકાઇ?ગયા અથવા ખારા થઇ?ગયા હોવાનું ભુજ તાલુકા પં.ના વિપક્ષના નેતા સમા જુમા અલીમામદે જણાવ્યું હતું. પાણી માટે રજૂઆતોની આખી ફાઇલો કાગળિયાથી ભરાઇ?ગઇ?પણ પાણી લોકોને નસીબ ન થયું તેવું દુ:ખ સાથે જણાવી ઉમેર્યું કે, રમજાન મહિનામાં આવી પાણીની તંગી ખૂબ જ વિકરાળ બની છે. તો રતડિયામાં ઘાસડેપો આવેલો છે, 270 જેટલા ઘાસકાર્ડ છે પણ 10થી 15 દિવસે જ્યારે તંત્રને મનફાવે ત્યારે એક ગાડી ઘાસની મોકલાવે છે જે ખૂબ જ અપૂરતું છે.જુણા, દેઢિયા ગામ તેમજ પેટા પરાંની વાંઢોમાં પણ પાણીની ગંભીર સમસ્યા છે. પાણીના કારણે ઘણા લોકો તો હિજરત પણ કરી ગયા છે. પાણીની તંગી હળવી બને એવી માગણી કરી હતી.તો ગોડપર જૂથ?ગ્રા.પં.ના સરપંચ મીઠુ જીવા આહીરે જણાવ્યું હતું કે, મીઢિયારા ગામને પાણીની ખૂબ જ તંગી છે. જે ગામમાં પશુપાલકોની સંખ્યા વિશેષ?છે, જે પાણી વિના ટળવળી રહ્યા છે. આઠથી દશ દિવસે માંડ માંડ પાણી અપાય છે, એનાથી લોકો તરસ કેમ બુઝાવી શકે જે ખૂબ જ ગંભીર બાબત છે. પ્રણવનગર ખાવડામાં પણ ખૂબ જ વિકટ?તંગી છે તેવું જુમા અલીમામદે કહ્યું હતું.પાણીની આવી સમસ્યાઓથી લોકો બેહાલ બની ગયા છે. પાણીની અછત રાહત સમિતિની દર અઠવાડિયે મળતી મીટિંગોમાં દરેક ગામડાઓમાં પાણી નિયમિત મળે છે અને ઓન પેપર પર બધું સહી સલામત બતાવાય છે પણ ગ્રામ્ય લોકો અને રહેવાસીઓની હાલત ખૂબ જ દયનીય છે. ચારેકોર પચ્છમમાં પાણીની પોકાર બુલંદ બની રહી છે. પ્રાઇવેટ 5000 લિ. કેપેસિટીવાળાના એક ટેન્કરના રૂા. 600થી 700 ચૂકવવા પડે છે પણ?તે પાણી પણ ખારું હોય છે. જે `નરેગા'ના કામો ચાલતા  હતા અને લોકો સારી એવી રોજગારી મેળવતા હતા તે પણ પાણીના અભાવે બંધ?કરવા પડયા છે. લોકોએ કહ્યું હતું કે, પવિત્ર રમજાન માસ ચાલી રહ્યોછે. સવારના પહોરમાં રોજા રાખીને રોજગારીના કામ માટે જવું કે પાણીની શોધમાં જવું ? જેથી આવી કાળઝાળ ગરમીમાં બંને કામ થઇ?શકશે નહીં. રોજગારીના કામો બંધ કર્યા પણ પાણી વિના નહીં ચાલે.પાણીની આવી વિકરાળ સમસ્યા ઊભી થતાં હવે લોકો જાય ક્યાં, રજૂઆતો લેખિત કે મૌખિકમાં સંભળાતી જ નથી અને પાણીના જળસંકટમાં લોકો પીસાઇ રહ્યા છે. પાણી નિયમિત મળશે એવા કોઇ?સ્રોત કે અણસાર નથી જેથી લોકો ચિંતાતુર બન્યા છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer