કંડલા-અમદાવાદની ફલાઈટ શરૂ: પ્રથમ ઉડાન લગભગ ફુલ થઈ ગઈ

કંડલા-અમદાવાદની ફલાઈટ શરૂ: પ્રથમ ઉડાન લગભગ ફુલ થઈ ગઈ
ગાંધીધામ, તા. 15 : મુંબઈની વિમાનીસેવા બંધ પડયા પછી કચ્છના પ્રવાસીઓને મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે જ કંડલાથી અમદાવાદની વિમાનીસેવા શરૂ થતાં તેને સારો પ્રતિસાદ મળ્યો છે. આજે અહીંના એરપોર્ટ ઉપરથી 66 પ્રવાસીઓને લઈને ટ્રુ જેટનું પ્રથમ વિમાન રવાના થયું હતું. આજે બપોરે 3.15 વાગે ટ્રુ જેટના એ.ટી.આર. પ્રકારનાં વિમાને અમદાવાદ માટે ઉડાન ભરી હતી. 70 બેઠકની ક્ષમતાવાળા આ વિમાનમાં આજે 66 પ્રવાસી આરૂઢ થયા હતા. અમદાવાદ માટે અગાઉ પણ ખાનગી વિમાનીસેવા શરૂ કરાઈ હતી પરંતુ તેને સારો પ્રતિસાદ મળ્યો નહોતો. કંડલાથી મુંબઈ કે દિલ્હીની સુધી વિમાનીસેવા ન હોવાથી સંભવત: આ કારણે ટ્રુ જેટની આ સેવાની પ્રથમ જ ફલાઈટ લગભગ ફુલ થઈ ગઈ હતી. ઉતારૂઓ પણ કંડલા એરપોર્ટથી ઉમંગ સાથે આ પ્રથમ ફલાઈટમાં સવાર થયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer