ભુજમાં 80 જેટલા જીવને જીવદયા-પ્રેમીઓની બનેલી સમિતિએ બચાવ્યા

ભુજમાં 80 જેટલા જીવને જીવદયા-પ્રેમીઓની બનેલી સમિતિએ બચાવ્યા
ભુજ, તા. 15 : હમીરસર તળાવમાંથી રઘુનાથજીના આરાથી પાવડીવાળા વિસ્તારો સુધી પાણી વગર વલખા મારતા  કાચબાઓની હાલત અંગે એક જીવદયાપ્રેમીએ કચ્છ ગૌરક્ષા કમાન્ડો ફોર્સના અધ્યક્ષ અને ભુજ નવી જથ્થાબંધ બજારના અધ્યક્ષને જાણ કરતાં તેઓ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી સાતથી દસ કાચબાઓને કાદવમાંથી બહાર કાઢી ભુજ-માંડવી હાઈવે પર ખત્રી તળાવમાં સુરક્ષિત રીતે મૂકયા હતા. આ જીવદયાની કવાયતમાં કચ્છ ગૌરક્ષા કમાન્ડો ફોર્સના અધ્યક્ષ ભાવેશ પરમાર, ભુજ નવી જથ્થાબંધ બજાર ગૌસેવા સમિતિના અધ્યક્ષ ફુલેશ માહેશ્વરી, ગૌ સેનિકો જયેશ કોઠારી, ઈશ્વર વાઘેલા, સુરેશ વાઘેલા,  રાજેશ પ્રજાપતિ, રાહુલ બારોટ વિ.એ જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંત બે દિવસ પહેલાં  શહેરી વિસ્તારમાંથી  માલધારીઓ દ્વારા તરછોડાયેલા સાંઈઠેક જેટલા રસ્તે રઝળતા નબળા નંદીઓને ભેગા કરી ટેન્કર મારફત એક જીવદયાપ્રેમી નગરસેવકના સકારાત્મક સહયોગથી  નગરપાલિકાના પિંજરાવાળી ટ્રોલી થકી અબડાસા હાઈવે રોડ ટચ રાતા તળાવ ખાતે આવેલી સંત ઓધવરામ વાલારામ પાંજરાપોળ ખાતે પહોંચાડાયા  હતા. તેવું સમિતિના મીડિયા કન્વીનર પંકજકુમાર વ્યાસે જણાવ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer