આધ્યાત્મિક અગ્રેસરતા માટે ધર્મ અનિવાર્ય

આધ્યાત્મિક અગ્રેસરતા માટે ધર્મ અનિવાર્ય
કાઠડા (તા. માંડવી), તા. 15 : સતપંથની વિચારધારા રાષ્ટ્રનિર્માણની પરંપરા અને અહિંસાનું સમર્થન કરે છે, તેજ તરફ લઈ જાય છે. જેથી અહિંસા પરમો ધર્મ એ સતપંથની વિચારધારા રહી છે તેવું તાલુકાના ભારાપર ગામે ૐ નિષ્કલંકી નારાયણ જ્યોતિ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તથા સમાજવાડી હોલ ઉદ્ઘાટન પ્રસંગે દ્વિતીય દિવસે ધર્મપરિષદને સંબોધતાં મહામંડલેશ્વર સતપંથ રત્નશ્રી જનાર્દનહરિજી મહારાજેએ કહ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, ભૌતિક જગત સાથે આધ્યાત્મિકમાં અગ્રેસર રહેવા ધર્મ અનિવાય ઍ સત્ય છે. વિરાણી રામમંદિરથી આવેલા શાંતિદાસજી મહારાજે કહ્યું હતું કે સાધુ-સંતોને તમે પૂર્ણ ભાવ આપો છો ત્યારે અમારી પણ જવાબદારી બને છે કે સમાજ એક થઈ સંગઠિત થાય.  રાષ્ટ્રીય સંરક્ષક અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરણા પીઠ પીરાણાના જગદગુરુ સતપંથાચાર્ય નાનકદાસજી મહારાજે વૈષ્ણવ પરંપરામાં નારાયણ એક જ તત્ત્વ છે તેમ કહ્યું હતું. જ્યારે અન્ય સંતો મહંત જયરામદાસજી મહારાજ (નિષ્કલંકી ધામ-નખત્રાણા) અર્થવેદી કાદિયા આશ્રમના દિવ્યાદાસજી મહારાજ, પ્રેરણાપીઠ હેમપુરી આશ્રમના શામળાદાસજી મહારાજ, સંત શ્રીનાથજી સંસ્થા કુકસના શિવરામદાસજી મહારાજ, કુંવર મા આશ્રમ દરશડીના સંત રતિબાપા, બાલશાહધામ ખંભાતના સંત છગનબાપા, પ્રેરણાપીઠ પીરાણા-અમદાવાદના સંત પંકજદાસજી, હેમપુરી સલાટ?- પીરાણાના નારાણદાસજી, ગોતાકંપા-ખેડબ્રહ્માના શાંતિભગત, ઉડવા ખેડબ્રહ્માના મણિબાપા, ગોતાકંપા-ખેડબ્રહ્માના યજ્ઞાચાર્ય શાંતિદાસજી વગેરે સંતોએ મંચસ્થ રહી આશીર્વચનો પાઠવ્યા હતા.  વહેલી સવારે સંતોના સામૈયા તથા ગામથી નીજ-મંદિર સુધી શોભાયાત્રા નીકળી હતી. જે મંદિરે સ્ટેજ કાર્યક્રમમાં ફેરવાઈ હતી. અખિલ ભારતીય સતપંથ સમાજના પ્રમુખ દેવજીભાઈ, વિકાસ પ્રમુખ અરજણભાઈ જબુઆણી, અરજણભાઈ ભગત, સમૂહલગ્ન સમિતિ પ્રમુખ મૂરજીભાઈ ગોરાણી, યુવાસંઘ પ્રમુખ હરિભાઈ (કોટડા), રતનશી લાલજી વેલાણી (ગુંજકો), મહિલા સંઘ પ્રમુખ સાવિત્રીબેન જાદવાણી, ડો. કે.એમ. રામજિયાણી (પટેલ હોસ્પિટલ), માં.તા. પ્રમુખ ગંગાબેન સેંઘાણી, એ.પી.એમ.સી. માંડવીના ચેરમેન પ્રવીણભાઈ વેલાણી, ડો. નરોતમ ખત્રી, તા. ભાજપ મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજા તથા પ્રેરણાપીઠ પીરાણા ધામના ટ્રસ્ટીઓ, કચ્છ કડવા પાટીદાર સતપંથ સમાજના ટ્રસ્ટીઓ, સતપંથ સમાજ ગાંધીનગરના આગેવાનો, સ્વામિનારાયણ સમાજ માંડવીના આગેવાનો સહિતના અગ્રણીઓ જોડાયા હતા.  સ્ટેજ સંચાલન હીરાભાઈ, જેઠાલાલભાઈ સેંઘાણી, રાજભાઈ ચૌધરીએ સંયુક્ત કર્યું હતું. કાર્યક્રમમાં સામાજિક આગેવાનો અબજીભાઈ ધોળુ, દામજીભાઈ (મેરાઉ), સામજીભાઈ કેસરા, નાનજીભાઈ રામજિયાણી, સામજી લધા, સોમજી કરશન, રમણીક સેંઘાણી સહિતના હાજર રહ્યા હતા. વ્યવસ્થામાં સમાજના આગેવાનોની નિગરાનીમાં યુવાનો જોડાયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer