ગોસ્વામી યુગલોને 111 વસ્તુઓની ભેટ

ગોસ્વામી યુગલોને 111 વસ્તુઓની ભેટ
નવી દુધઇ, તા. 15 : વરલી પરિવાર દશનામ ગોસ્વામી સમાજ દ્વારા 10મો સમૂહલગ્ન સમારોહ વરલી (તા. ભુજ) ખાતે ધામધૂમથી યોજાયો હતો. સવારે ગણેશ સ્થાપન, માંડવારોપણ, ગ્રહશાંતિ, દીપ પ્રાગટય, વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું. દશનામ ગોસ્વામી સમાજ 10મા સમૂહલગ્ન પ્રસંગે 11 નવદંપતીઓએ સપ્તપદીના ફેરા ફર્યા હતા. 111 વસ્તુઓની ભેટ-સોગાદો કન્યાદાન રૂપી અપાઇ હતી. સમૂહલગ્ન સમારોહમાં વરલી ગામમાં દશનામ ગોસ્વામી જ્ઞાતિજનો ઉમટયા હતા. દાતાઓ માંડવી મતવિસ્તારના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા સમૂહપ્રસાદના દાતા રહ્યા હતા. મંડપના દાતા રાણાભાઇ?ડાંગર, કાનજીભાઇ?બરારિયા-ધાણેટી અને લાખોંદ રહ્યા હતા. તમામ દાતાઓનું અને શંકરાચાર્યજીની જન્મજયંતી પ્રસંગે પ્રતિમા આપવામાં આવી હતી. સમાજના પ્રમુખ હરેશગિરિ ગોસ્વામી, નીલેશગિરિ ગોસ્વામી, કરશનગિરિ ગોસ્વામી, મહેન્દ્રગિરિ, ભરતગિરિ, દિલીપગિરિ તમામ કારોબારી સભ્યોએ સહયોગ આપ્યો હતો. અલગ અલગ વ્યવસ્થા તમામ વરલી દશનામ ગોસ્વામી સમાજના લોકોએ સંભાળી હતી. પ્રથમ ભાગ્યશાળી યુગલને વોશિંગ મશિન અને દ્વિતીય યુગલને સોનાની બુટી અર્પણ કરવામાં આવી હતી. વોશિંગ મશિનના દાતા કૈ. ગોસ્વામી કંકુબેન અનુપગિરિજીના સ્મરણાર્થે હસ્તે હેમલતાબેન હિંમતગિરિ-વરલી અને કૈ. પરેશગિરિજી હસ્તે રમાબેન વસંગિરિ-ભુજ બંને જણ  વોશિંગ મશીનના દાતા રહ્યા હતા જ્યારે સોનાની બુટીના દાતા મોહિનીબેન હિતેનગિરિ-મુંબઇ રહ્યા હતા. સમૂહ લગ્નોત્સવમાં સેવા સ્મરણ કુટિયાના મહંત જયંતીદાસ મહારાજ, લોલાડી માના મહંત મહાદેવગિરિજી, કુલદીપસિંહ જાડેજા, માંડણભાઇ, રાણાભાઇ?રબારી-ફાચરિયા ગ્રામ પંચાયત સરપંચ સાથે વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા. મંડપ ચોરી વ્યવસ્થામાં નિર્મળાબેન ગોસ્વામી, રસીલાબેન હરેશગિરિ, ઋષિતાબેન કલ્પેશગિરિ, સોનુબેન ભરતગિરિ સાથે મહિલા મંડળના સભ્યો રહ્યા હતા. દશનામ ગોસ્વામી સમાજના યુવકોએ સહયોગ આપ્યો હતો. ભરતગિરિએ આભાર માન્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer