આડેસર વિસ્તારના અનુ.જાતિ અગ્રણીઓની મળેલી ચિંતન બેઠકમાં ચક્કાજામની ચીમકી

આડેસર વિસ્તારના અનુ.જાતિ અગ્રણીઓની મળેલી ચિંતન બેઠકમાં ચક્કાજામની ચીમકી
આડેસર (તા. ભચાઉ), તા. 15 : તાજેતરમાં આડેસર વિસ્તારનાં સણવા, લખાગઢ, ભીમાસર, ભુટકિયા, મોડા, કીડિયાનગર, પલાંસવા, 18 ગામોના અનુ. જાતિના આગેવાનોની ચિંતન બેઠક મળી હતી જેમાં  થાનાગજ અલવરની જે અનુ. જાતિની દીકરી પર નરાધમો દ્વારા બળાત્કાર જેવું કૃત્ય કરીને સમગ્ર ભારતવર્ષને કલંકિત કર્યું, સાથે મીતલ પરમાર જે બાવળાની અનુ. જાતિની દીકરીની હત્યા, સાથે લોર કડી મહેસાણામાં પ્રાતીજ ખીમશરા ગામોમાં અનુ. જાતિને લગ્ન પ્રસંગ પર વરઘોડા ન કાઢવા દેવા આ તમામ બાબતોની ગંભીરતા સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ ઘટનાઓનાં પગલે જો સરકાર નક્કર પગલાં લઈ કાર્યવાહી ન કરી તો આગામી સમયમાં આડેસરનો હાઈવે ચક્કાજામ કરવાની ચીમકી અપાઇ હતી.સાથે ગુજરાતમાં દારૂબંધી છે પણ અમલીકરણ એક પણ ટકો નથી જેના લીધે તમામ જાતિના યુવાનો મોતના મુખમાં જઇ રહ્યા છે. યુવા અવસ્થામાં દારૂ પીને બાઇક પર અકસ્માતો તેમજ રોગોના ભોગ બની રહ્યા છે જે સમગ્ર ગુજરાતના ઇતિહાસ માટે કલંક સમાન આ બનાવટી દારૂબંધીને સાચા અર્થમાં આડેસર વિસ્તારના આગેવાનો અમલીકરણમાં મૂકશે. આગામી 18 તારીખના આડેસર વિસ્તારના દારૂ-જુગારના પોઈન્ટ-અડ્ડા પર વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં જનમેદની જોડાઈને જનતા રેડ કરીને દારૂનો મોટો જથ્થો પકડીને સરકાર સમક્ષ સવાલ મૂકશે કે આ દારૂબંધી ગુજરાતમાં ક્યાં છે ? આ જનતા રેડ થકી પોલીસ અધિકારીઓની મિલીભગત હોય કે મીઠીનજર હોય કે જે પણ કારણો હોય તેની તપાસ રૂપાણી સરકાર કરે તેવી માંગ મૂકવામાં આવશે.આ બેઠકમાં અખિલ કચ્છ ગુર્જર મેઘવાળ સમાજ રાપર પ્રમુખ મહેશ પરમાર, યુવા આગેવાન પ્રેમજીભાઈ, મૂરજીભાઈ પરમાર, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ લખાગઢ પ્રમુખ ગેલાભાઈ પરમાર, ભરતભાઇ, ધરમશીભાઈ, આડેસરના ભીમયોદ્ધા જયંતીભાઈ, રમેશભાઈ ગોહિલ, પ્રવીણ ગોહિલ, ભીમાસર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગેલાભાઈ પારધી, હમીરભાઈ, વિજયભાઈ ગોહિલ, રામાભાઈ, કીડિયાનગરના યુવા આગેવાન રમેશભાઈ ચૌહાણ, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લા પ્રભારી નીલ વિંઝોડા ઉપસ્થિત રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer