અદાણી શાળાના છાત્રોએ હસ્તલિખિત પત્રો ભેટ આપી માતૃત્વ દિન ઊજવ્યો

અદાણી શાળાના છાત્રોએ હસ્તલિખિત પત્રો ભેટ આપી માતૃત્વ દિન ઊજવ્યો
મુંદરા, તા. 15 : મધર્સ ડે પ્રસંગે ભારતમાં અદાણી ફાઉન્ડેશન સંચાલિત શાળાઓના બાળકોએ તેમનો પ્રેમ વ્યક્ત કરવા માટે એક નવતર પદ્ધતિ અપનાવી હતી. તેમણે એક કાગળ?ઉપર તે પોતાની માતાઓ અંગે કેવી લાગણી અનુભવી રહ્યા છે તેની લેખિત અભિવ્યક્તિ કરી હતી. આ કવાયતમાં પાંચ શાળાઓના કુલ 2217 વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. અદાણી વિદ્યામંદિર અમદાવાદ, અદાણી પબ્લિક સ્કૂલ મુંદરા (ગુજરાત), અદાણી વિદ્યાલય કવાઇ?(રાજસ્થાન),અદાણી વિદ્યામંદિર સરગુજા (છત્તીસગઢ) અને અદાણી વિદ્યાલય તિરોડા (મહારાષ્ટ્ર)એ મધર્સ?ડેની ઉજવણી માટે આ અનોખો માર્ગ પસંદ કર્યો હતો. માતાનો પ્રેમ સાર્વત્રિક હોય છે અને તેથી જ કોઇ?ભાષાનો અવરોધ નડે નહીં તે માટે બાળકોને તેમને ભાષા પસંદ કરવાની મુક્તપણે છૂટ અપાઇ હતી. ઇરાદાપૂર્વક બાળકોને કોઇ અસરથી મુક્ત રખાયા હતા અને તેમની લાગણીઓ વ્યક્ત કરવા માટે કોઇ માર્ગદર્શન અપાયું ન હતું. હેતુ એવો હતો કે બાળકો પોતાની આગવી રીતે તેમનો સાચો પ્રેમ વ્યક્ત કરી. આ ઝુંબેશમાં ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. થોડાંક બાળકો તેમની માતાની તસવીરો લઇને આવ્યા હતા, જે તેમણે કોરા કાગળની ટોચ ઉપર ચીપકાવ્યા હતા અને તે પછી પોતાની લાગણીઓ લેખિત સ્વરૂપે વ્યક્ત કરવાની શરૂઆત કરી હતી. આ કવાયત પછી બાળકોએ મધર્સ?ડે પ્રસંગે અનોખા પ્રકારે માતા માટે પત્રમાં જે આભાર અને પ્રેમ વ્યક્ત કર્યો હતો તે દર્શાવવા માટે પત્રો ઘરે લઇ ગયા હતા. અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી કુ. શીલીન આર. અદાણી જણાવે છે કે, માતાઓ સુપરવૂમન હોય છે, પરંતુ આપણને ઘણી વખત સરળ?શબ્દોમાં આપણો પ્રેમ વ્યક્ત કરવામાં મુશ્કેલી અનુભવાતી હોય છે. આથી આવી રીતે મધર્સ?ડે રીતે નવતર પ્રકારે ઊજવીને વિદ્યાર્થીઓને તેમની માતા પ્રત્યે આભાર વ્યક્ત કરવાની મોટી તક આપવામાં આવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer