અમદાવાદ ખાતે શંખેશ્વર પાર્શ્વનાથ દાદાનો ધ્વજારોહણ પ્રસંગ ઉજવાયો

અમદાવાદ ખાતે શંખેશ્વર પાર્શ્વનાથ દાદાનો ધ્વજારોહણ પ્રસંગ ઉજવાયો
કોડાય (તા. માંડવી), તા. 15 : અમદાવાદ ખાતે નવરંગપુરા સ્ટેડિયમ મધ્યે શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસરના ઉપક્રમે પાર્શ્વદર્શન જૈન રિલીજિયમ ટ્રસ્ટ પ્રગટ પ્રભાવી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાનો 13મો ધ્વજારોહણ પ્રસંગ ઉજવાયો હતો. જેમાં તપગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદવિજયપ્રેમ સૂરિશ્વરજી મ.સા.ના શિષ્ય જંગમરત્ન તીર્થ પ્રેરક આ.ભ. શ્રીમદવિજયરત્ન શેખર સુરિશ્વજી મ.સા.ના શિષ્ય નયશેખર વિજયજી મ.સા. બાલમુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા. આદિઠાણા-2ની નિશ્રામાં ધ્વજારોહણ પ્રસંગે સવારે સત્તરભેદી પૂજા ભણાવાઈ હતી, ધ્વજારોહણ ગુરુભગવંતો દ્વારા મોટી શાંતિનો પાઠ કરાયો હતો. બપોરે સંઘ સ્વામી વાત્સલ્ય યોજાયું હતું. સોનામાં સુગંધ ભળે તેમ સ્ટેડિયમ દેરાસરમાં  શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માનું 75 કિલો ચાંદીના પોઠિયાનું નિર્માણ અને સાથે સાથે સંઘમાં સૌ પ્રથમવાર 45 આગમ ગ્રંથો પણ લખ્યા હતા. ધ્વજારોહણ પ્રસંગ માટે સ્ટેડિયમ જૈન સંઘના ટ્રસ્ટી શેલેશભાઈ શાહે ભારે જહેમત ઉઠાવી હતી. નવરંગપુરા સ્ટેડિયમ જૈન સંઘના શ્રાવક-શ્રાવકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer