72 જિનાલયની 23મી વર્ષગાંઠ ઊજવાઇ

72 જિનાલયની 23મી વર્ષગાંઠ ઊજવાઇ
માંડવી, તા. 15 : 72 જિનાલયે તીર્થની 23મી વર્ષગાંઠ ધ્વજારોહણ પ્રસંગે ત્રયાન્હિકા મહોત્સવ ઉત્સાહથી ઉજવાયો હતો.અનુષ્ઠાન પ્રસંગે ઉપસ્થિત મુનિ પૂર્ણભદ્રસાગરજી મ.સા., મુનિ મલયસાગરજી મ.સા., મુનિ રત્નાકરસાગરજી મ.સા., વિશ્વોદયશ્રીજી મ.સા, પૂર્ણાનંદશ્રીજી મ.સા., હંસાવલીશ્રીજી મ.સા., જયરેખાશ્રીજી મ.સા., જ્યોતિષપ્રભાશ્રીજી મ.સા., રમ્યગુણાશ્રીજી મ.સા., ભાવપૂર્ણાશ્રીજી મ.સા., ચારુપ્રજ્ઞાશ્રીજી મ.સા., મોક્ષદર્શનાશ્રીજી મ.સા. જયધર્માશ્રીજી મ.સા., રત્નત્ર્યાશ્રીજી મ.સા., પુનિતગુણાશ્રીજી મ.સા., અજરામર સંપ્રદાયના આશાબાઇ?મહાસતીજી, અશ્વિનાબાઇ?મહાસતીજી આદિની નિશ્રામાં ત્રણ દિવસ અનુક્રમે પંચકલ્યાણક પૂજા, અઢાર અભિષેક, સત્તરભેદી પૂજા, અનુષ્ઠાનો સાથે આંગી અને રાત્રિ ભાવનાની રંગત જામી હતી.મુનિરાજ પૂર્ણભદ્રસાગરજી મ.સા.એ અનુષ્ઠાનો અને ધ્વજારોહણનું મહત્ત્વ સમજાવતાં પ્રવચનમાં જણાવ્યું કે, અઢાર અભિષેક આશાતનાના દોષ?નિવારણ સાથે વિઘ્નોને શાંત કરે છે અને ધ્વજારોહણ ગામ-દેશ અને રાષ્ટ્ર તેમજ વિશ્વની શાંતિનું પ્રતીક છે.સમગ્ર વ્યવસ્થા જય જિનાલય ગ્રુપ અને હિન્દ માતા વોલિન્ટર ગ્રુપે સહયોગ આપ્યો હતો. મુખ્ય ધજાનો લાભ ચાંપશી પદમશી શાહ (મેરાઉ), કેશરબેન ટોકરશી શિવજી સાવલા પરિવાર (જયેશભાઇ), ભક્તિ મંડળના રાજુભાઇ ભાછા, પ્રવીણભાઇ સંઘવી, વિરલભાઇ?શાહ, વીરસેનભાઇ ભાછા તેમજ મુંબઇગરાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધ્વજારોહણ કર્યું હતું. વિધિકાર દિનેશભાઇ ગોગરી, ભરતભાઇ?બોરીચા, જય જિનાલય ગ્રુપ હાજર રહ્યા હતા.આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીઓ વૈભવભાઇ કાંતિલાલ સાવલા, કિશોરભાઇ ?ભેદા, મણિલાલભાઇ હરિયા, નીતિનભાઇ રવિલાલભાઇ?સંગોઇ, રતિલાલભાઇ, શામજીભાઇ, રમણીકભાઇ, સ્ટાફગણ તથા આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હોવાનું જયેશ જી. શાહે જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer