પ. બંગાળમાં હિંસા-તનાવને પગલે પ્રચાર એક દિ'' વહેલો બંધ કરાવ્યો

નવી દિલ્હી, તા. 15 : રાજકીય હરીફો પર આક્રમકતાપૂર્વક પ્રહારો કરી રહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ દેશના ચૂંટણીપંચ પર પણ નિશાન સાધતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિર્ધારિત સભાઓ માટે છૂટ આપવા માટે પંચે પ્રચાર આવતીકાલ ગુરુવારથી અટકાવ્યો છે. આજે બુધવારથી જ રોક શા માટે ન મૂકી તેવો સવાલ તેમણે કર્યો હતો. મોદી, શાહ, મુકુલરોય પર એકસાથે પ્રહાર કરતાં વિફરેલા બંગાળી વાઘણે કહ્યું હતું કે, ભાજપના ઇશારે પંચે આ  ફેંસલો લીધો છે. મોદી, શાહના ઇશારે જ કાલથી પ્રચાર પર રોક મુકાઇ છે.આ ષડ્યંત્ર મુકુલ રોયનું છે. કેન્દ્રીય સુરક્ષાદળોના કારણે રાજ્યમાં હિંસા થઇ છે. બંગાળને બિહાર, ઉત્તરપ્રદેશ કે ત્રિપુરા ન સમજો. નરેન્દ્ર મોદી અને અમિત શાહ મારાથી, બંગાળની જનતાથી ડરી ગયા છે તેવા પ્રહારો મમતાએ કર્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer