ધો. 10નું પરિણામ 21મી મેના

અમદાવાદ, તા. 15 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષાનું આગામી 21મી મેના દિવસે પરિણામ જાહેર થશે.  વિદ્યાર્થીઓ ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર સવારે જ પરિણામ જોઇ શકશે અને સવારે 11 વાગ્યાથી શાળોમાં માર્કશીટનું વિતરણ શરૂ કરાશે.  ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ધોરણ 10માં નિયમિત  તેમજ રીપીટર સાથે કુલ 11,59,762 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.  જેમાં 7,05,465 વિદ્યાર્થીઓ અને 4,54,297 વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. સૌથી વધુ અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 1,23,487 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ ઉપરાંત ધોરણ 10માં 6,222 ફિઝિકલ ડિસેબલ સ્ટુડન્ટસે પરીક્ષા આપી હતી.  માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા છેલ્લા બે વર્ષથી બંદીવાન માટે પરીક્ષાઓ લેવાનું આયોજન કરાય છે, જે અંતર્ગત ધોરણ 10ના 89 અને ધોરણ 12ના 36 મળી કુલ 125 કેદીઓએ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને લાજપોર (સુરત) મધ્યસ્થ જેલ ખાતે પરીક્ષાઓ  આપી  હતી.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer