વાંઢિયામાં મહિલાની છેડતી બાદ માતા-પુત્રીને માર મરાયો

ગાંધીધામ, તા. 15 : ભચાઉ તાલુકા વાંઢિયાગામમાં એક શખ્સે એક પરિણીતાની છેડતી કરી  તેને તથા તેની પુત્રીને માર મારવામાં  આવ્યો હોવાનો મામલો પોલીસ ચોપડે નોંધાયો હતો. પોલીસના સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે  તા. 13/5ના સવારે 10 વાગ્યાના અરસામાં  આરોપી ભીખાભાઈ મેરામણભાઈ પરમારે 45 વર્ષીય મહિલાનો હાથ પકડી છેડતી કરી હતી.ભોગ બનનારે  વિરોધ કરતાં આરોપીએઁ તેને માથાના ભાગે માર મારી તથા વચ્ચે  છોડાવવા પડેલી તેની દીકરીને પણ માર મારી છરી વડે ઈજા પહોંચાડી હોવાનું ફરિયાદમાં  વર્ણવામાં આવ્યું  છે.  આરોપીએ ભોગ બનનારને ગાળો પણ આપી  હતી. સમગ્ર મામલે  વિધિવત રીતે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ આરંભી છે. આ અંગે આગળની તપાસ સામખિયાળીના પી.એસ. આઈ વાય.જે. ઝાલાએ હાથ ધરી છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer