ઇંગ્લેન્ડે 359નું લક્ષ્ય જાણે મામૂલી બનાવ્યું !

બ્રિસ્ટલ, તા. 15 : વર્લ્ડ કપ પૂર્વે ઇંગ્લેન્ડની ટીમે તેનું ધસમસતું ફોર્મ જાળવી રાખ્યું છે. વિકેટકીપર-બેટ્સમને જોની બેયરસ્ટોની આક્રમક સદીથી ઇંગ્લેન્ડે મોટા સ્કોરવાળી ત્રીજી વન-ડેમાં 31 દડા બાકી રાખીને પાકિસ્તાનને 6 વિકેટે હાર આપી હતી. આથી ઇંગ્લેન્ડ પ વન-ડેની શ્રેણીમાં 2-0થી આગળ થયું છે. પહેલી મેચ વરસાદમાં ધોવાઇ ગઇ હતી. પાકિસ્તાને ઓપનર ઈમામ ઉલ હકને શાનદાર દોઢી સદી (1પ1)થી પ0 ઓવરમાં 9 વિકેટે 3પ8 રનનો જંગી જુમલો ખડકયો હતો. જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે ઝડપી બેટિંગ કરીને 44.પ ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. જોની બેયરસ્ટોએ 93 દડામાં1પ ચોગ્ગા અને પ છગ્ગાથી 128 રનની આકર્ષક ઇનિંગ રમી હતી.પહેલો દાવ લેનાર પાકની શરૂઆત સારી રહી ન હતી. પાછલી મેચમાં સદી કરનારા ફખર જમાં પહેલી ઓવરમાં જ આઉટ થઇ ગયો હતો. આ પછી બાબર આઝમ 1પ રને પાછો ફર્યો હતો. બે વિકેટ જલ્દી ગુમાવ્યા બાદ ઇમામ ઉલ હકના સાથમાં હેરિસ સોહિલ (41)એ પાકની ઇનિંગ સંભાળી હતી. બન્ને વચ્ચે ત્રીજી વિકેટમાં 67 રનની ભાગીદારી થઇ હતી. આ પછી ઇમામે ચોથી વિકેટમાં સુકાની સરફરાઝ (27) સાથે ચોથી વિકેટમાં 67 રનની અને આસિફ અલી (પ2) સાથે પાંચમી વિકેટમાં 123 રનની ભાગીદારી કરી હતી. ઇમામે તેની છઠ્ઠી વન-ડે સદી 97 દડામાં પૂરી કરી હતી. તે 131 દડામાં 16 ચોગ્ગા અને 1 છગ્ગાથી 1પ1 રને આઉટ થયો હતો. પાકિસ્તાનના 9 વિકેટે 3પ8 રન બન્યા હતા. જવાબમાં બેયરસ્ટો અને જેસન રોયે ઇંગ્લેન્ડ માટે આક્રમક શરૂઆત કરી હતી. બન્ને વચ્ચે પહેલી વિકેટમાં 1પ9 રનની ભાગીદારી થઇ હતી. રોય પપ દડામાં 76 રન કરી આઉટ થયો હતો. બેયરસ્ટોએ તેની સદી 74 દડામાં પૂરી કરી હતી. આ પછી તે 93 દડામાં 128 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી પાછો ફર્યો હતે. જો રૂટે 43, મોઇન અલીએ અણનમ 46 અને સ્ટોકસે 46 રન કર્યાં હતા. આથી ઇંગ્લેન્ડે 31 દડા બાકી રાખીને 44.પ ઓવરમાં 4 વિકેટે 3પ9 રન કરીને જીત મેળવી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer