પંતના સ્થાને કાર્તિક કેમ ? સુકાની કોહલીએ ફોડ પાડયો

મુંબઇ, તા. 15 : વિશ્વ કપની ટીમ પસંદ થઇ ત્યારે એક નામ પર ઘણી ચર્ચા થઇ હતી. મહેન્દ્રસિંહ ધોનીના બેકઅપ વિકેટકીપરના રૂપમાં યુવા રિષભ પંતને બદલે અનુભવી દિનેશ કાર્તિકની પસંદગી થઇ હતી. આથી ઘણા લોકોએ આ ફેંસલાનો વિરોધ કર્યો હતો. સૌરવ ગાંગુલીએ પણ તાજેતરમાં કહ્યંy છે કે આ 21 વર્ષીય વિકેટકીપર-બેટ્સમેનની વિશ્વ કપમાં ભારતીય ટીમને ખોટ પડશે. પૂર્વ ઓસિ. સુકાની પોન્ટીંગ પણ પંતની પસંદગી ન થવા પર હેરાન છે. હવે  ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાત્રીએ આ મામલે તેમનો મત રાખ્યો છે.એક મુલાકાતમાં સુકાની કોહલીએ કહ્યું છે કે દબાણની પરિસ્થિતિમાં કાર્તિક સંયમ બતાવી શકે છે. ટીમ મેનેજમેન્ટ દિનેશ કાર્તિકની ખૂબીઓથી વાકેફ છે. તેની પાસે અનુભવ છે. ભગવાન ન કરે જો ધોનીને કાંઇ થશે તો કાર્તિક વિકેટ પાછળ ઉપયોગી બની રહેશે. તે એક ફિનિશરના રૂપમાં ઉપયોગી સાબિત થયો છે.જ્યારે કોચ રવિ શાત્રીએ જણાવ્યું હતું કે તેની(પંત) સાથે મારી સંવેદના છે. તે પ્રતિભાશાળી છે. 1પ ખેલાડીને પસંદ કરવા આસાન નથી હોતા. હું પસંદ ન થનારા ખેલાડીઓને કહીશ કે તમે પહેલાની જેમ જ રમો, નિરાશ ન થાવ. ટીમમાં તમને કયારે પણ બોલાવવામાં આવી શકે છે. તૈયાર રહો. પસંદગીકારોએ શ્રેષ્ઠ ટીમ પસંદ કરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer