ધોની ખેલાડી નહીં, વિરાસત : કોહલી

મુંબઇ, તા. 15 : આઇપીએલ બાદ ટીમ ઇન્ડિયા હવે તેના વર્લ્ડ કપ મિશન પર કમર કસી રહી છે. ટૂંક સમયમાં જ ભારતીય ક્રિકેટ ટીમ તેનો ત્રીજો વિશ્વ કપ જીતવા ઇંગ્લેન્ડ રવાના થશે. વિશ્વ કપ પૂર્વે સુકાની વિરાટ કોહલીએ એક મુલાકાતમાં જણાવ્યું છે કે  ટીમમાં ધોની હોવાથી અનુભવના મામલે ટીમ ઇન્ડિયા બાકી ટીમોથી વધુ મજબૂત છે. તેની હાજરીથી યુવા ખેલાડીઓને વધુ ફાયદો મળે છે. સ્ટમ્પની પાછળ તે સતત એક્ટિવ રહે છે. જે તમે આઇપીએલમાં જોયું હશે. આ ઉપરાંત તેના તરફથી સારું માર્ગદર્શન પણ ટીમને મળે છે. એમએસ ધોની ખેલાડી નહીં વિરાસત છે. ભારતીય બોલિંગ આક્રમણ વિશે કોહલીએ કહ્યું કે અમારી પાસે શ્રેષ્ઠ ઝડપી બોલરો અને સ્પિનરો છે. જે કોઇ પણ ટીમને પડકાર આપવા સક્ષમ છે. સારી નિશાની એ છે કે અમારા તમામ બોલર ફૂલી ફિટ છે. કોચ રવિ શાત્રી વિશે સુકાની કોહલીએ કહ્યું કે તેનો અને મારો સંબંધ ઓટો મોડ જેવો છે. અમે એક-બીજાની વાત મનોમન સમજી જઇએ છીએ. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer