ટીમ ઇન્ડિયામાં હાર્દિક જેવો કોઇ પ્રતિભાશાળી ખેલાડી નહીં : સેહવાગ

નવી દિલ્હી, તા. 15 : ભારતીય ટીમના પૂર્વ આક્રમક ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગનું કહેવું છે કે ટીમ પાસે ઓલરાઉન્ડર હાર્દિક પંડયા જેવો બીજો કોઈ પ્રતિભાશાળી ખેલાડી નથી. સેહવાગના અનુસાર હાર્દિક પંડયા એ ખેલાડીમાં સામેલ છે જેનો કોઇ વિકલ્પ હોતો નથી. હાર્દિકે મુંબઈ ઇન્ડિયન્સની આઇપીએલમાં ચોથી જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ પહેલાં હાર્દિકની 2019ની શરૂઆત સારી રહી ન હતી. તે એક ટીવી શોમાં મહિલાઓ વિરોધી ટિપ્પણીને લીધે વિવાદમાં ફસાઈ ગયો હતો અને કેએલ રાહુલ સાથે તેના પર પ્રતિબંધ મુકાયો હતો. પ્રતિબંધમાંથી બહાર આવીને હાર્દિકે આઇપીએલમાં 1પ મેચમાં 402 રન કર્યા હતા. તેનો સ્ટ્રાઇકર રેટ 191.42 રહ્યો હતો. વીરેન્દ્ર સેહવાગે ઓલરાઉન્ડર હાર્દિક પંડયાની પ્રશંસામાં કહ્યંy છે કે બેટ અને બોલથી હાર્દિક પંડયાની પ્રતિભાની કોઈ આસપાસ પણ નથી. હાર્દિકની હાજરીથી વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાને ઘણો જ ફાયદો મળશે. તે ગેમ ચેન્જર ખેલાડી છે. હાર્દિક આ પહેલાં 2017માં ઇંગ્લેન્ડમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમવા ગયો હતો ત્યારે તેણે છાપ છોડી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer