મેરાઉમાં હુમલો કરવા સાથે માર મારીને યુવાનના ત્રણ દાંત પડાયા

ભુજ, તા. 15 : માંડવી તાલુકાના મેરાઉ ગામે 33 વર્ષની વયના જિતેન્દ્ર શામજી ડગરા નામના મહેશ્વરી યુવાન ઉપર હુમલો કરી તેને માર મારીને તેના ત્રણ દાંત પાડી નખાયા હોવાનો મામલો બહાર આવ્યો છે. પોલીસ સાધનોએ ફરિયાદને ટાંકીને આ વિશેની વિગતો આપતાં જણાવ્યું હતું કે ભોગ બનનારો જિતેન્દ્ર ડગરા વર્તમાનપત્ર લઇને તેના ઘર તરફ પગપાળા જઇ રહ્યો હતો ત્યારે તેને રોકીને ગામના હિરજી મીઠુ રોશિયાએ તેની સાથે ઝઘડો કરીને તેને માર મારવા સાથે તેના ત્રણ દાંત પાડી નાખ્યા હતા.માંડવી પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 325 મુજબ ગુનો દાખલ કર્યો હતો.   

  ભુજમાં તોડફોડ સાથે હુમલો   ભુજમાં સરપટ નાકા બહાર મહિલા કલ્યાણ કેન્દ્ર નજીક ગીતા કોટેજ શિવમ પાર્ક ખાતે ઘરમાં ઘૂસીને લાકડી વડે હુમલા સાથે કરાયેલી તોડફોડના કિસ્સામાં સંધ્યાબેન બાબુલાલ બેરવા (ઉ.વ.65) અને તેમના પુત્ર મનોજકુમાર (ઉ.વ.30)ને ઇજાઓ થઇ હતી. ચાર દિવસ પહેલાં મનોજના ભાઇ સાથે થયેલા ઝઘડા અન્વયે ફળિયામાં રહેતા ટોની, અજય અને રોબર્ટએ આ હુમલો કર્યો હોવાનું પોલીસ સમક્ષ લખાવાયું છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer