પલાંસવાના ખેડૂત પરિવારની ન્યાય માટે ઉચ્ચસ્તરે ધા

ભુજ, તા. 15 : રાપર તાલુકાના પલાંસવા ગામે અનુસૂચિત જાતિના ખેડૂત પરિવારની જમીન છીનવી લેવાયા બાદ આ મામલેપોલીસ આરોપીઓ સાથે ભળી જઇને કોઇ જ કાર્યવાહી ન કરતી હોવા સહિતની  ફરિયાદ ઉચ્ચ કક્ષાએ કરી ન્યાય માટે માગણી કરવામાં આવી છે. પલાંસવા ગામના મેરાભાઇ ભૂરાભાઇ ગોહિલે પૂર્વ કચ્છ પોલીસ જિલ્લાના અધીક્ષકને વિગતવારનો પત્ર લખીને તેમાં આ ફરિયાદ કરી હતી. તેમના જણાવ્યા મુજબ તેમના પુત્ર રમેશભાઇએ આપેલી ફરિયાદ બાબતે આડેસર પોલીસ કોઇ પગલાં લેતી નથી અને આ બાબતે પૂછતાછ કરવા જતા પોલીસ અધિકારી ધાકધમકી કરવા સાથે જાતિય અપમાન કરતા હોવાનો આરોપ તેમણે મૂકયો હતો. તેમણે જમીન પરત અપાવવા સાથે ન્યાયની માગણી કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer