ભુજમાં પોલીસદળનો વિભાગીય સ્તરેથી આંકડાની બદી સામે દરોડો : બુકીની ધરપકડ

ભુજ, તા. 15 : જિલ્લાના આ મુખ્ય મથકે ક્રમશ વધી રહેલી આંકડાના જુગારની બદી સામે પોલીસદળે સ્થાનિક અને જિલ્લા તથા રેન્જ સ્તરેથી દરોડા પાડયા બાદ હવે વિભાગીય કક્ષાએથી પણ દરોડો પાડીને યુવાન બુકીની બાકિંગ લેતા ધરપકડ કરી હતી. ભુજ વિભાગના નાયબ પોલીસ અધીક્ષકની કચેરીની ટુકડીએ ગતરાત્રે શહેરમાં ભીડનાકા અંદરના વિસ્તારમાં આ કાર્યવાહી કરતાં ભુજના લુહાર ચકલામાં રહેતા વિમલ સુભાષભાઇ પરમાર (દરજી)ને આંકડા લેવાના આરોપસર પકડી પાડયો હતો. મુંબઇ બજારના આંકડાનું બાકિંગ લેવાના આરોપસર પકડાયેલા આરોપી પાસેથી રૂા. 3220 રોકડા અને એક મોબાઇલ ફોન કબ્જે કરાયો હતો. તેમ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer