સિનુગ્રા બબાલ મુદ્દે બન્ને પક્ષે સુખદ સમાધાન થયું

ગાંધીધામ, તા. 15 : અંજાર તાલુકાના સિનુગ્રા ગામમાં બે જૂથ વચ્ચે; થયેલી બબાલના પ્રકરણમાં બન્ને પક્ષે સુખદ સમાધાન થયું હોવાની વિગતો  ગ્રામ પંચાયતના સરપંચે  આપી હતી. સરપંચે એક યાદીમાં જણાવ્યું હતું કે ગામમાં સામાન્ય મુદે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. આ સંદર્ભે ગ્રામપંચાયતમાં એક બેઠક મળી હતી જેમાં અંજાર પી.આઈ. બી.આર.પરમાર, ગામના આગેવાન પુંજાભાઈ આહીર, મામદશા બાપુ, ધર્મસિંહભાઈ વાઢેર, ડાયાભાઈ આહીર, લતિફશા બાપુ, રામજીભાઈ મહેશ્વરી, પ્રવીણભાઈ ચૌહાણ, ભૂમિત વાઢેર, મૂસા નૂરમામદ ગંઢ, ગનીભાઈ સિચવ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં બન્ને પક્ષે સમાધાન થયું હતું.  ભવિષ્યમાં ગામની એકતા અને ભાઈચારામાં કોઈ આગ ન ચાંપે તેની કાળજી રાખી સંપ  સાથે રહેવા  નિર્ણય લેવાયો   હતો.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer