નાના કપાયા અપમૃત્યુ કેસમાં ત્રણેય આરોપી નિર્દોષ ઠર્યા

ભુજ, તા. 15 : મુંદરા તાલુકાના નાના કપાયા ગામે મીનાબેન પ્રવીણભાઇ સોધમ નામની પરિણીત યુવતીની આત્મહત્યા વિશેના કેસમાં નોંધાવાયેલી દૂપ્રેરણની ફરિયાદવાળા કેસમાં ત્રણેય આરોપીને અદાલતે નિર્દોષ મૂકત કરતો ચુકાદો આપ્યો હતો. અત્રેના અધિક સેશન્સ જજ એન.આર.જોશી સમક્ષ આ કેસની સુનાવણી થઇ હતી. તેમણે બન્ને પક્ષને સાંભળી આરોપીઓ પ્રવીણ મંગા સોધમ, ખેતશી મંગા સોધમ અને વાલબાઇ આસમલ સોધમને નિર્દોષ ઠેરવતો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં આરોપીઓના વકીલ તરીકે એસ.એમ.ખન્ના, એસ.એ.ઝરીવાલ, ટી.એન. ચૈહાણ, કે.એમ.ચારણિયા, એ.બી.બુદ્ધભટ્ટી, એ.બી.    હુરબડા અને બી.પી. ગોર રહ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer