અંજારમાં મોબાઈલ ઉપર આંકડા લેતો એક પકડાયો

ગાંધીધામ, તા. 15 : અંજારના ગંગાનાકા પાસે મોબાઈલ ઉપર આંકડાનો જુગાર રમતા એક આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. તેમજ  બે લોકોની સંડોવણી બહાર આવી હતી.પોલીસસૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે ગંગાનાકા  ગેટ પાસે  મોબાઈલ ફોન ઉપર વરલી મટકાનો આંકડાનો જુગાર રમાતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. આ દરોડોમાં આંકડાનો જુગાર રમી-રમાડનારા સિદિક હુશેન સોતાની ધરપકડ કરી હતી. તેમજ યાશીનશા શેખ અને હુશેની ઉર્ફે રઘુભાઈના નામ ખુલ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. આરોપીઓ પાસેથી પોલીસે રોકડા રૂા.3730 તથા મોબાઈલ નંગ-1 કિ.3000 સાથે કુલે રૂા. 6730નો  મુદ્દામાલ કબ્જે લીધો  હતો. આ અંગે  આગળની તપાસ પોલીસે હાથ ધરી  છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer