પચ્છમ વિસ્તારમાં માતામરણ અટકાવવા સગર્ભાઓની તપાસ

સુમરાપોર (તા. ભુજ), તા. 15 : તાલુકાના પચ્છમ વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી માતામરણના ચોંકાવનારા આંકડા સામે આવતાં માતામરણ અટકાવવા પચ્છમના વિવિધ ગામની 115 જેટલી સગર્ભા મહિલાઓની તપાસ દિનારા પ્રા.આ. કેન્દ્ર ખાતે કરાઇ હતી. આ કેમ્પને ખુલ્લો મૂકતાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નર અને ભુજ તાલુકા આરોગ્ય અધિકારી ડો. ડી. કે. ગાલાએ આરોગ્યને લગતી વિવિધ યોજનાઓ અને મહિલાઓ સંબંધી મુદ્દાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. ગેઇમ્સના ડો. ભાદરકા, ત્રીરોગ નિષ્ણાતોની ટીમ, તાલુકાના એમબીબીએસ તેમજ આરબીએસકે તબીબો દ્વારા તપાસ કરાઇ?હતી. દિનારાના મે.ઓ. ડો. અમીન અરોરા અને સ્ટાફે સહયોગ આપ્યો હતો. 104 સગર્ભાની લેબોરેટરી તપાસ કરાઇ? હતી. 45 સગર્ભાને હિમોગ્લોબિનની પૂર્તતા માટે ઇન્જેકશન અપાયાં હતાં. ખિલખિલાટ અને પીએચસીનાં વાહનથી આવવા-જવાની વ્યવસ્થા કરાઇ?હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer