`ધો. 10 પછી શું''? : ભુજમાં પોલીટેકનિક ખાતે શનિવારે નિ:શુલ્ક માર્ગદર્શન સેમિનાર

ભુજ, તા. 15 : ચાલુ વર્ષે ધો. 10ની પરીક્ષા આપનારા અને ધો. 11-12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અહીંની સરકારી પોલીટેકનિક કોલેજ ખાતે નિ:શુલ્ક કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન ઘડવામાં આવ્યું છે.એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ (એસપીડીસી)ના સહયોગથી અહીંની સરકારી પોલીટેકનિક, એરપોર્ટ રોડ ખાતે તા. 18/5 શનિવારે સવારે 9 વાગ્યાથી આ સેમિનાર યોજાશે. ધો. 10 પછી શું ? એ વિષયે યોજાનારા આ સેમિનારમાં ઓનલાઇન ડિપ્લોમા એડમિશન પ્રોસેસની માહિતી, પ્રવેશ માટે જરૂરી લાયકાત તેમજ પ્રમાણપત્રો વિશે વિસ્તૃત માર્ગદર્શન, બ્રાંચ અને કોલેજની પસંદગી, ડિપ્લોમા એન્જિનીયરિંગની વિશેષતાઓ, રોજગારીની તકો અને વિવિધ સ્કોલરશિપ યોજનાઓની માહિતી અપાશે તથા છાત્રોના પ્રશ્નોના જવાબ અપાશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer