કાલે ભુજમાં પ્રાગમલજી ત્રીજાનો જન્મદિન સમારંભ

ભુજ, તા. 15 : કચ્છના રાજવી પરિવારના મોભી પ્રાગમલજી ત્રીજા તા. 17/5ના રોજ નૃસિંહ જયંતીના દિવસે 84મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેઓને શુભેચ્છા પાઠવવાનો સમારંભ ભુજમાં યોજાશે. શુક્રવારે સવારે 11થી 12.30 વાગ્યા દરમ્યાન ભુજ-માંડવી રોડ સ્થિત રણજિત વિલાસ પેલેસ ખાતે પ્રાગમલજી ત્રીજાને 84મા જન્મદિન પ્રવેશ પ્રસંગે શુભેચ્છા પાઠવવાનો સમારંભ યોજાશે તેવું ઠાકોર મયૂરધ્વજસિંહની યાદીમાં જણાવાયું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer