નલિયા બ્લોક હેલ્થ સેન્ટરની કચેરીમાં મા-કાર્ડની કામગીરી બંધ

નલિયા બ્લોક હેલ્થ સેન્ટરની  કચેરીમાં મા-કાર્ડની કામગીરી બંધ
નલિયા, તા. 22 : અહીંના બ્લોક હેલ્થ સેન્ટરની મુલાકાત દરમ્યાન 15ના મહેકમ વચ્ચે એક જ કોન્ટ્રેક્ટ બેઝ કર્મચારી છે, પરિણામે છેલ્લા આઠ દિવસથી મા-કાર્ડની કામગીરી બંધ કરી દેવાઇ છે. કેટલાક અરજદારોએ જણાવ્યું હતું કે, દરરોજ ગામડેથી ટિકિટ ખર્ચીને પહોંચે છે પણ ધરમના ધક્કા થાય છે. દરમ્યાન, અંતરંગ વર્તુળોના જણાવ્યા અનુસાર દર મહિને બેથી ત્રણ લાખનો પગાર ચૂકવાય છે પરંતુ નિષ્ઠાપૂર્વકની કામગીરી થતી નથી. આ વિભાગના કર્મચારીને કોઇ મોબાઇલ ફોન પર સંપર્ક કરે છે ત્યારે કહે છે કે પોતે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા છે. વિપક્ષી નેતા અબ્દુલભાઇ ગજણે આવી ફરિયાદોની રૂબરૂ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, મા-કાર્ડની જેમને જવાબદારી સોંપાઇ છે તે ભુજથી અપડાઉન કરે છે અને 10 દિવસથી અહીં આવતા નથી. આ પ્રશ્નનું તાત્કાલિક નિરાકરણ લાવવા જિલ્લા પંચાયત સમક્ષ માંગ કરાઇ છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer