એશિયન કુસ્તીમાં ભારતના પડકારની આગેવાની સાક્ષી અને બજરંગ લેશે

શિયાન, તા. 22 : ઓલિમ્પિક કાંસ્ય ચંદ્રક વિજેતા સાક્ષી મલિક અને દુનિયાના નંબર વન પહેલવાન બજરંગ પુનિયા મંગળવારથી અહીં શરૂ થઇ રહેલી એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતીય પડકારની આગેવાની લેશે. સાક્ષી અને બજરંગ ઉપરાંત આ ટૂર્નામેન્ટમાં સ્ટાર વીનેશ ફોગાટ પણ ભાગ લઇ રહી છે. તે પ3 કિલો વર્ગમાં રિંગમાં ઊતરશે. જ્યારે સાક્ષી મલિક 62 કિલો વર્ગમાં ભાગ લેવાની છે. નવજોત કૌર 6પ કિલો અને પૂજા ઢાંઢા પ7 કિલો વર્ગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. નેશનલ ચેમ્પિયન અમિત ધનકર 74 કિલો વર્ગમાં ભાગ લેશે. ઓલિમ્પિકમાં બે ચંદ્રક જીતનાર અનુભવી કુસ્તીબાજ સુશીલકુમાર એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લઇ રહ્યો નથી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer