અફઘાનિસ્તાનની વર્લ્ડ કપ ટીમમાં ઝડપી બોલર હસનને તક

કાબુલ, તા. 22 : 31 વર્ષીય ઝડપી બોલર હામિદ હસન અને પૂર્વ કેપ્ટન અસગર અફઘાનીને વર્લ્ડ કપની અફઘાનિસ્તાનની આજે જાહેર થયેલી ટીમમાં જગ્યા મળી છે. ટીમનું નેતૃત્વ ગુલબદિન નઇબ સંભાળશે. હામિદ હસન છેલ્લે જૂન 2016માં વન-ડે રમ્યો હતો. 1પ ખેલાડીની અફઘાનિસ્તાનની વર્લ્ડ કપ ટીમમાં આઇપીએલમાં રમી રહેલા સ્ટાર સ્પિનર રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન અને મોહમ્મદ નબી જેવા ખેલાડી સામેલ છે. અફઘાનિસ્તાનની ટીમ વર્લ્ડ કપમાં તેની પહેલી મેચ ઓસ્ટ્રેલિયા સામે 1 જૂને રમવાની છે. અફઘાનિસ્તાનની ટીમ : ગુલબદીન નઇબ (કેપ્ટન), મોહમ્મદ શહઝાદ (વિકેટકીપર), નૂર અલી જારદાન, હજરતુલ્લાહ જજઇ, રહમત શાહ, અસગર અફઘાની, હશમતુલ્લા શાહિદી, નજીબુલ્લાહ જારદાન, સમીઉલ્લાહ શિનવારી, મોહમ્મદ નબી, રાશિદ ખાન, દાઉદલ જાવત અને મુજીબ ઉર રહેમાન.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer