જિલ્લા ભાજપના અગ્રણીને બદનામ કરવા સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ

માંડવી, તા. 22 : જિલ્લા ભાજપના અગ્રણી સામે સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ થવા સંબંધે જિલ્લા ભાજપના મહામંત્રી અનિરુદ્ધ દવેએ પોલીસ અરજી આપતાં રાજકીય વર્તુળોમાં વમળો ફેલાયા હતા. આ સંબંધે અનિરુદ્ધ દવેએ પોલીસ ફરિયાદ નોંધાવીને સત્ય સામે લાવવા અરજી કરી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ સાધનોમાંથી મળતી વિગતો મુજબ પારિવારિક સંબંધે ઘટેલી ઘટનાને મનઘડંત ઓપ આપી કથિત બદનામી માટેનો મેલો પ્રયાસ થયો છે. પોલીસ સૂત્રોમાંથી મળેલી વિગતો પ્રમાણે ચોક્કસ નામ-સંબંધ સાથે જોડીને જિલ્લા ભાજપના મહામંત્રી અનિરુદ્ધ દવેએ બદનામ કરવાના કથિત હેતુ સાથે ફોટો વાયરલ થતાં શ્રી દવેએ પોલીસ ફરિયાદ દર્જ કરાવી હતી. અનિરુદ્ધ દવેના જણાવ્યા પ્રમાણે કપોળ કલ્પિત હકીકતને બદનામ કરવાના હેતુસર વિકૃત માનસિકતાવાળા ઇસમોએ કરેલી કોશિશમાંથી તથ્ય બહાર લાવવા સામે ચાલીને પોલીસ તપાસ માટે અરજી કરાઇ?છે. પી.આઇ. એ. જે. જલુએ આ સંબંધે અરજદારની વાત સ્વીકારી તપાસ જારી હોવાનું કહ્યું હતું. રાજકીય માહોલમાં એકમેકને ઠેકાણે પાડવાની ઘટના તરીકે રાજકીય સાધનોએ મૂલવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer