સનરાઇઝર્સ વિરુદ્ધ સીએસકેનું લક્ષ્ય જીતના ક્રમ પર વાપસી

ચેન્નાઇ, તા. 22 : પાછલી મેચમાં સુકાની એમએસ ધોનીની ચમત્કારિક ઇનિંગ્સ (અણનમ 84 રન) છતાં બેંગ્લોર સામે આખરી દડે 1 રને મળેલી હાર બાદ ચેન્નાઇ સુપર કિંગ્સ હવે મંગળવારે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ જીતના ક્રમ પર વાપસી માટે ઊતરશે. સીએસકે સતત બે હાર છતાં હજુ પોઇન્ટ ટેબલ પર 14 પોઇન્ટ સાથે ટોચ પર છે. પ્લે ઓફથી તે એક જીત દૂર છે. આવતીકાલની મેચમાં ધોનીની ટીમનો ઇરાદો હૈદરાબાદ સામે જીત મેળવી પ્લે ઓફનું સ્થાન સુનિશ્ચિત કરવાનું રહેશે. બીજી તરફ હૈદરાબાદની ટીમ કોલકાતા સામે 9 વિકેટે મળેલી જોરદાર જીતથી આત્મવિશ્વાસથી ઓતપ્રોત છે. હૈદરાબાદના ઓપનર ડેવિડ વોર્નર (પ17) અને જોની બેયરસ્ટો (44પ) આઇપીએલ-12ના રનમશીન બની ચૂકયા છે. જો કે, તેનો મધ્યક્રમ સતત નિષ્ફળ રહ્યો છે. બોલિંગમાં હૈદરાબાદની ટીમનો મિશ્રિત દેખાવ રહ્યો છે. બેયરસ્ટો આઇપીએલ સિઝનની આખરી મેચ રમશે. તેને વર્લ્ડ કપની તૈયારી માટે 24મી સુધીમાં ઇંગ્લેન્ડ પરત ફરવાનું છે. બીજી તરફ સીએસકેની ટીમના ત્રણ ટોચના બેટધર શેન વોટસન (147), અંબાતિ રાયડૂ (192) અને સુરેશ રૈના (207) અપેક્ષા અનુસાર ખરા ઉતર્યા નથી. આથી ધોની પર દબાણ વધી રહ્યંy છે. તે 314 રન કરી ચૂકયો છે. ધોની કહી ચૂકયો છે કે ટોચના ત્રણ બેટધરમાંથી કોઇ એકે છેલ્લે સુધી ટકી રહેવાની જરૂર છે. ચેન્નાઇની પિચ અત્યાર સુધી ધીમી સાબિત થઇ છે. આથી બન્ને ટીમના સ્પિનરોને ફાયદો મળી શકે છે. મેચ મંગળવારે રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer