`પરિવારના પ્રેમને પીંખે એવું કામ ન કરો''

`પરિવારના પ્રેમને પીંખે એવું કામ ન કરો''
રાપર, તા. 18 : `પરિવારના પ્રેમને પીંખી નાખે એવું કોઈ કામ કરવું નહીં અને પ્રયોજન વિના ઝઘડતા લોકોથી દૂર રહેવું' એવી સલાહ અહીં જોબનપુત્રા પરિવાર દ્વારા ભાગવત કથાના પ્રારંભે વ્યાસપીઠ પરથી વિખ્યાત વક્તા સંત સંસ્કૃતાચાર્યે જણાવ્યું હતું. પટેલ કન્યા છાત્રાલયના મેદાનમાં કથાની શરૂઆતમાં વક્તા સંસ્કૃતાચાર્યે જણાવ્યું હતું કે જોબનપુત્રા પરિવાર મા ચામુંડાનાં કારણે એકજૂટ છે. માળામાં જે સ્થાન દોરીનું છે તે દોરી એ ચામુંડામા છે અને જોબનપુત્રા પરિવારના દરેક પરિવારો આ માળાના મણકા છે. જીવાત્મામાં રહેલા અજ્ઞાનને દૂર કરે અને જ્ઞાનનું ઝરણું પ્રગટ કરે એ જ ભાગવત કથા. જોબનપુત્રા પરિવાર કુળદેવીધામ ઉપલાવાસથી પોથીયાત્રા નીકળીને કથાસ્થળે પહોંચી હતી. શણગારેલા રથ, બગી, જીપ, ટ્રેક્ટરમાં કળશધારી દીકરીઓ, વેશભૂષાથી સજ્જ ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં રાસગરબાની રમઝટ બોલાવતા કથામંડપમાં પહોંચ્યા હતા. દીપ પ્રાગટય જોબનપુત્રા પરિવારના ભોપા રમણીકભાઈ જોબનપુત્રા, પ્રિયવદન શાત્રીજી સ્વામી તથા ભાવિક મારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. સંચાલન સર્વમંગલ સ્વામીએ કર્યું હતું. કાર્યક્રમનું આયોજન જોબનપુત્રા પરિવારના રમણીકભાઈ, અનિલભાઈ, જયસુખભાઈ, નવીનભાઈ, જયંતીભાઈ, ઈશ્વરભાઈ, ભગવાનભાઈ, પ્રભુલાલભાઈ, અમૃતલાલભાઈ તથા સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. જોબનપુત્રા મહિલા મંડળ સહયોગી બન્યું હતું.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer