મુંદરામાં પી.ટી.સી. કોલેજે ઊજવ્યો વાર્ષિકોત્સવ : વિવિધ કાર્યક્રમ યોજાયા

મુંદરામાં પી.ટી.સી. કોલેજે ઊજવ્યો  વાર્ષિકોત્સવ : વિવિધ કાર્યક્રમ યોજાયા
મુંદરા, તા. 22 : શેઠ આર. ડી. એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ડી.એલ.એડ. (પીટીસી) કોલેજનો તાજેતરમાં વાર્ષિકોત્સવ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટયથી કર્યા બાદ કોલેજની તાલીમાર્થી બહેનોએ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો તેમને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન દ્વારા ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. કોલેજના આચાર્ય રમણભાઈ ચાવડાએ સૌને આવકારી કોલેજની માહિતી આપી હતી. ટ્રસ્ટના વ્યવસ્થાપન સમિતિના પ્રમુખ ધર્મેન્દ્ર જેશર, મંત્રી વિશ્રામભાઇ ગઢવી સહિતનાઓએ સ્ટાફને તથા વિદાય લેતા તાલીમાર્થીઓને ઉજ્જવળ કારકીર્દી માટે શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમનો હેતુ અધ્યાપક કેશુભાઇએઁ સમજાવ્યો હતો. આ પ્રસંગે એચ.પી.સી.એલ. કંપનીના શ્રી ચૌહાણ તથા નાયબ શિક્ષણ અધિકારી શ્રી તરેયાનું સન્માન કરવામાં આવ્યું હતું. અધ્યાપક રાજેન્દ્ર કુબાવત, કિરીટ જોશી, રીટાબેન તબિયાડ, સમીર અધિકારી તથા રફીક સુમરાએ જહેમત ઉઠાવી હતી. સંચાલન કિરીટ જોશી, રાજેન્દ્ર કુબાવત તથા કુ. ભાવિકા ડાંગરે કર્યું હતું.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer