શિક્ષકહિત માટે સંગઠનને નવી ઊંચાઇએ લઇ જવા હાકલ

શિક્ષકહિત માટે સંગઠનને  નવી ઊંચાઇએ લઇ જવા હાકલ
અમદાવાદ, તા. 22 : અમદાવાદ ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના માધ્યમિક સંવર્ગની બેઠક મળી હતી, જેમાં સંઘની દૃષ્ટિએ  રાજ્યના ચારેય સંભાગમાંથી (સૌરાષ્ટ્ર સંભાગ, ઉત્તર સંભાગ, મધ્ય સંભાગ અને દક્ષિણ સંભાગ) માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો તથા આચાર્યોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. બેઠકમાં સંગઠનની  વિચારધારા અને કાર્યપદ્ધતિ ઉપર વિગતે ચર્ચા કરવામાં આવી હતી. હાજર શિક્ષકો અને શિક્ષણ સહાયકો રાષ્ટ્રીય વિચારધારાને સમર્પિત અને રાષ્ટ્રહિત, શિક્ષણહિત અને શિક્ષકહિત માટે કાર્યરત એવા આ સંગઠનને રાજ્યમાં નવી જ ઊંચાઇ સુધી પહોંચાડવા કટિબદ્ધ થયા હતા. સંગઠનની રાજ્ય સ્તરની અને જિલ્લા સ્તરની કારોબારીમાં શિક્ષણ સહાયકો, શા.શિ. શિક્ષકો તથા વિશિષ્ટ શિક્ષકોને સ્થાન આપવા અંગે પણ વિચારણા થઇ હતી. સમસ્યાઓને યોગ્ય રીતે સમજી ન્યાય આપી શકાય. આ સિવાય દરેક સંભાગની સંયોજક ટીમ તથા જિલ્લા સંયોજકોની નિયુકિત કરવામાં આવી હતી. બેઠકનું સંચાલન રાજ્યના માધ્યમિક વિભાગના સચિવ કલ્પેશભાઇ પટેલે કરી હતી. કચ્છ જિલ્લા વતી મુંદરા તાલુકામાંથી મૂરજીભાઇ મીંઢાણી, કિશોરભાઇ ડી. રામ, હાર્દિક એન. પરમાર, અંકિતભાઇ ચૌધરી અને ચિરાગ એચ. પટેલ સહિતના શિક્ષકો જોડાયા હતા.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer