સૂરજબારીની ચેરાવાંઢમાં ઘરોઘર મચ્છર ઉત્પત્તિ સ્થાનોમાં દવા છંટાઇ

સૂરજબારીની ચેરાવાંઢમાં ઘરોઘર  મચ્છર ઉત્પત્તિ સ્થાનોમાં દવા છંટાઇ
ભચાઉ, તા. 22 : તાલુકાની ચેરાવાંઢ (સૂરજબારી)માં પી.એચ.સી. જૂના કટારિયા દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ડો. એ.કે. સિંઘના માર્ગદર્શન અંતર્ગત મેડિકલ કેમ્પ યોજાયો હતો. આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘરોઘર સર્વે કરી મચ્છરના ઉત્પત્તિ સ્થાનોમાં દવા છંટકાવ કરવામાં આવ્યો હતો. મેડિકલ કેમ્પમાં ડો. નેહલ મહેતા અને આરોગ્ય કર્મચારીઓ ચેતન પંડયા, વિવેક આહીર, અલતાફ ઝરગેલા, ઝહીર સોલંકીએ સેવા આપી હતી.વાહક જન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેંગ્યુ, ચિકનગુનિયાના અસરકારક નિયંત્રણ માટે જન જાગૃતિ કેળવાય અને જન સમુદાયની સક્રિય ભાગીદારી મેળવવા માટે ગામલોકો સાથે જૂથ ચર્ચા દ્વારા લોકોને મચ્છર ઉત્પતિ ન થાય એટલા માટે ઘરના પાણી ભરાયેલા તમામ પાત્રો ચુસ્ત ઢાંકણથી બંધ રાખવા માટે તેમજ દર અઠવાડિયે પાત્રો એકવાર ખાલી કરી ઘસીને સાફ કરી ફરી ભરવા, ઘરની આસપાસ ખાડાઓમાં પાણી એકઠું થવા ના દેવું, શક્ય હોય તો ખાડા ખાબોચિયા માટીથી પૂરી દેવા, મચ્છરદાનીમાં સૂવા વગેરે અટકાયતી પગલાંઓની માહિતી તાલુકા હેલ્થ સુપરવાઇઝર દીપકભાઇ દરજી દ્વારા અપાઇ હતી. સમગ્ર કામગીરીમાં જિલ્લા મેલેરિયા અધિકારી એ.એમ. ભટ્ટે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer