ભુજની લાયન્સ હોસ્પિટલને વધુ એક ડાયાલિસીસ મશીનનું દાન

ભુજની લાયન્સ હોસ્પિટલને વધુ એક ડાયાલિસીસ મશીનનું દાન
ભુજ, તા. 22 : અહીંની એલ.એન.એમ. લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરને મૂળ કેરાના હાલે યુ.કે.સ્થિત દાતા રામજી જાદવા મુરજી સવાણી પરિવાર દ્વારા ડાયાલિસીસના દર્દીઓ માટે 7.50 લાખના ખર્ચે મશીન અર્પણ કરાયું હતું. જેમાં તેમના પત્ની લાલબાઈ, મીતાબેન તથા પ્રકાશભાઈ મનજી જાદવા સવાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ચાલુ એપ્રિલ માસ દરમ્યાન હોસ્પિટલને ચોથું મશીન દાનમાં મળ્યું છે. જે બદલ હોસ્પિટલના ભરતભાઈ મહેતાએ દાતાઓનો આભાર માની હોસ્પિટલની પ્રવૃતિઓથી વાકેફ કર્યા હતા. તેમણે હોસ્પિટલમાં ડાયાલિસીસ પોઝિટિવ કેસ માટે નવો વિભાગ શરૂ કરવાની વાત કરી હતી. આ પ્રસંગે ધનજીભાઈ (દિલીપભાઈ) લાલજી વેકરિયા, મઘીબેન વેકરિયા, પ્રેમજી હરજી ગામી, મૂળ માધાપરના હાલે લંડનના ધનુબેન જેમણે પણ હોસ્પિટલને ચાલુ માસમાં જ મશીન દાનમાં આપ્યું હતું. રવજીભાઈ પ્રેમજીભાઈ પટેલ, કસ્તૂરબેન વગેરેએ હાજર રહી ભવિષ્યમાં પણ હોસ્પિટલને મદદ કરવાની ખાતરી આપી હતી.. આ પ્રસંગે અભય શાહ, રજની પટવા, નવીન મહેતા, શૈલેન્દ્ર રાવલ, કમલેશ સંઘવી, સૂર્યકાન્ત શાહ હાજર રહ્યા હતા. સંચાલન સુરેશ બિજલાણી, આભારવિધિ વ્યોમાબેન મહેતાએ કર્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer