કચ્છી જૈન સંતોની હાજરીમાં પંચગીની ખાતે આયંબિલ ઓળી આરાધકોનાં પારણાં

માંડવી, તા. 22 : વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા અને ભોજાય (તા. માંડવી) જૈન મુનિ નરેશચંદ્રજી મ.સા. અને તેમના શિષ્ય બેરાજા (તા. મુંદરા)ના મુનિ ઓજસમુનિ મ.સા. તેમજ વિનિશાબાઇ મહાસતી અને સુદીક્ષાકુમારી મહાસતીની હાજરીમાં મહારાષ્ટ્રના મહાબળેશ્વરની બાજુમાં આવેલા પંચગીની ખાતે ચૈત્ર માસની શાશ્વતી આયંબિલ તપની નવપદની ઓળીની શુક્રવારનાં સમાપના થતાં ઓળીના તમામ આરાધકોએ પારણા કર્યાંહતાં. આયંબિલ તપની ઓળી કરાવવાનો સંપૂર્ણ લાભ નાના ભાડિયા (તા. માંડવી) કચ્છના વતની ધનવંતીબેન વલભજીભાઇ ગોગરી પરિવારે લીધો હતો. નવ દિવસ દરમ્યાન કુલ 800 આરાધકોએ આયંબિલ તપની આરાધના કરી હતી. જ્યારે 65 આરાધકોએ આયંબિલ તપની ઓળી સંપન્ન કરી હોવાનું અભિયાનના મંત્રી દિનેશભાઇ શાહ અને ઉપપ્રમુખ જયેશભાઇ જી. શાહે જણાવ્યું હતું. વીરચંદભાઇ ગાલા, મધુબેન ગાલા, આણંદજીભાઇ ગોગરી, રમેશભાઇ ગોગરી અને નવીનભાઇ છેડાએ જહેમત ઉઠાવી હતી. સ્થાનિક પંચગીની સંઘે પણ આયંબિલ તપનો લાભ લીધો હતો. નરેશ મુનિએ આયંબિલ તપની ઓળી કરવાથી તથા ધાર્મિક, આધ્યાત્મિક અને શારીરિક લાભોની માહિતી આપી તપને કર્મનિર્જરાનું અમોઘ શત્ર ગણાવ્યું હતું.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer