નારી સશક્તિકરણ તંદુરસ્ત સમાજની નિશાની

નારી સશક્તિકરણ તંદુરસ્ત સમાજની નિશાની
ભુજ, તા. 22 : પુરુષ સમોવડી થવા માગતી ત્રી જ્યારે પુરુષોના આધિપત્ય ધરાવતા વ્યવસાયમાં પગપેસારો કરે છે અને પુરુષથી પણ એક ડગલું આગળ થવાનો પ્રયત્ન કરે ત્યારે ત્રી સશક્તિકરણના પ્રયાસો સાચી દિશામાં થતા હોય તેવું લાગે, તેવો મત અહીં રિક્ષાચાલકનો વ્યવસાય અપનાવનાર બહેનોનું સન્માન કરતાં રોટરી પ્રમુખ પ્રફુલ્લ ઠક્કરે વ્યક્ત કર્યો હતો. અહીંની રોટરી કલબના ઉપક્રમે યોજાયેલા આ સન્માન સમારોહમાં આ સમગ્ર પ્રોજેક્ટના સ્વપ્ન્દૃષ્ટા કચ્છ મહિલા વિકાસ સંગઠનના પ્રોજેક્ટ ચેરમેન વર્ષાબેન ભટ્ટે પ્રોજેક્ટની માહિતી આપતાં જણાવ્યું હતું કે ભુજ ખાતે આ વ્યવસાય અપનાવવા માટે સર્વે હાથ ધરાતાં પાંચ યુવતીઓ આગળ આવી હતી, જેમને અમદાવાદની સંસ્થા કે જે ગુજરાતભરની યુવતીઓને તમામ પ્રકારના વાહનો ચલાવવાથી લઈને રિપેર કરવાની તાલીમ પણ આપે છે, તેની સાથે ટાઈઅપ કરી આ પાંચ યુવતીઓને અમદાવાદ ખાતે તાલીમ આપી તેમને શારીરિક ઉપરાંત માનસિક રીતે પણ તૈયાર કરી તેમના કુટુંબીજનો સાથે મિટિંગ કરી તેમની સહમતીથી આગળના પ્રયાસો હાથ ધરાયા હતા. બાદમાં ભુજમાં પણ તેમને ત્રણ માસની ઓન રોડ તાલીમ પણ આપવામાં આવી અને ડ્રીમ ફાઉન્ડેશનના સહકારથી રિક્ષા છકડા પણ લાવી અપાયા પછી શરૂ થઈ આર.ટી.ઓ.ની લાયસન્સ મેળવવાની કડાકુટ. અહીં સરકારી ઓફિસની તાનાશાહી તથા પુરુષ ડ્રાઈવરોના વલ્ગર ભાષા પ્રયોગોના કડવા અનુભવો પણ થયા. આ વ્યવસાયમાં પદાર્પણ કરી ચૂકેલી સાહસિક યુવતી કુ. ચાંદની ભરતભાઈ પરમારનું સન્માન ડો. ઉર્મિલાબેન મહેતાએ જ્યારે કુ. આશા મૂળજી વાઘેલાનું સન્માન ડો. સુનંદા વસાએ કરેલું હતું. જ્યારે અન્ય ત્રણ યુવતીઓ કાંતાબેન, હંસાબેન તથા લીલાવંતીબેન કે જે આ વ્યસાયમાં આવતાં થોડો ખચકાટ અનુભવે છે તેના કારણોની સમીક્ષા કરી તેમને મોટિવેટ કરી, સન્માનિત કરવામાં આવી હતી. જેમાં પ્રેમીલાબેન ઠક્કર, મિતાબેન ઠક્કર, તથા ડો. અરુણ પરીખ જોડાયા હતા. મહિલા વિકાસ સંગઠનના જાગૃતિબેન ગોરે આગામી મહિલાલક્ષી પ્રોજેક્ટની માહિતી આપી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer