મસ્કામાં યોજાયેલા નેત્ર કેમ્પમાં એકસોથી વધુ દર્દીઓની તપાસ

ભુજ, તા. 22 : સર્વ સેવા સંઘ (કચ્છ) ભુજ સંચાલિત એન્કરવાલા જનરલ હોસ્પિટલ-મસ્કામાં દર મહિને યોજાતા વિવિધ રોગના કેમ્પનાં આયોજન અંતર્ગત તાજેતરમાં આંખના રોગના નિષ્ણાત ડોક્ટરના કેમ્પનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડો. સત્યમ ગણાત્રા અને ડો. મૃગેશ શાહે પોતાની સેવા નિ:શુલ્ક આપી હતી, જેમાં 100થી વધુ દર્દીઓએ નિદાન-સારવાર કરાવ્યા હતા. જેમાં 20 જેટલા દર્દીઓનાં આંખનાં ઓપરેશન એન્કરવાલા જનરલ હોસ્પિટલ મધ્યે આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, તેમ સંસ્થાના મંત્રી મુકેશભાઇ ભટ્ટે જણાવ્યું હતું. સંસ્થાના મેડિકલ ઓફિસર ડો. મૃગેશભાઇ બારડના જણાવ્યાનુસાર આંખના રોગના નિદાન વિભાગને હવેથી અઠવાડિયામાં બે દિવસને બદલે ચાર દિવસ ચાલુ રાખવામાં આવશે, જેમાં દર સોમવાર તથા બુધવારે સાંજે 4થી 6 ડો. મૃગેશ શાહ તથા દર મંગળવાર અને શુક્રવાર સાંજે 4થી 6 ડો. સત્યમ ગણાત્રા પોતાની સેવા રાહતદરે આપશે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer