ભુજમાં પતિ તથા બે દિયરો સામે ત્રાસની ફરિયાદ

ગાંધીધામ, તા. 22 : ભુજના મદીનાનગર વિસ્તારમાં એક મહિલાને તેના પતિ તથા બે દિયરોએ શારીરિક, માનસિક ત્રાસ આપતાં આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ભુજના મદીનાનગરમાં રહેનારા યુસુફ મામદ વિધાણી તથા તેના બે ભાઈ મોહસીન અને રજાક સામે પોલીસ મથકે ફરિયાદ થઈ હતી. યુસુફ છેલ્લા ત્રણેક વર્ષથી કામધંધો કરતો ન હતો અને પોતાની પત્નીને ખોટા કામ કરવાનું કહેતાં તેણે ના પાડી દેતાં આ ઈસમ તથા તેના બે ભાઈઓ મહિલાને શારીરિક, માનસિક ત્રાસ આપતા હતા. દરમ્યાન ગકાલે રાત્રે પણ આ ત્રણેયએ મહિલાને માર મારી રજાક તથા મોહસીને આબરૂ લેવાની કોશિશ કરતાં આ બનાવ પોલીસ મથકે પહોંચ્યો હતો. આ ચકચારી બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer