26મીએ ગાંધીધામમાં મહિલા ઉદ્યોગ સાહસિક સેમિનાર

ગાંધીધામ, તા. 22 : અહીંની ચેમ્બર ઓફ કોમર્સ મહિલા વિંગ દ્વારા મહિલાઓને આર્થિક રીતે સફળ બનાવવાની દિશામાં તા. 26/4ના સાંજે 4 વાગ્યે પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બર ભવન ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં મહિલા ઉદ્યોગ સશક્તિકરણના તાલીમ આપનાર અને સલાહકાર વકતા મહેન્દ્ર ભરવાડા અને ઉજ્જવલ બૂચ મહિલાઓને સ્વઉદ્યોગ પ્રત્યે જાગૃતિ, વ્યવસાયની તકો, સરકારી યોજના અને લાભો, ઘરબેઠા આવક, સ્વઉદ્યોગની પ્રેરણા જેવા વિષયો ઉપર પ્રકાશ પાડશે.આ સેમિનારની વધુ વિગત -માહિતી માટે ભૈરવી જૈન મો. 94262 15459, રીચા દયારામાણી મો. 98252 27209 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. નોંધપાત્ર છે કે ગાંધીધામ સંકુલની વેપારી અગ્રણી સંસ્થા ચેમ્બર દ્વારા મહિલાવર્ગને વેપાર અને વાણિજ્યક્ષેત્રે આગળ વધારવા માટે વુમન્સ વિંગની રચના કરાયા બાદ પ્રથમ વખત મહિલાવર્ગ માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer