આદિપુરમાં 1100 પુસ્તકોનું નિ:શુલ્ક આદાન-પ્રદાન

આદિપુર, તા. 22 : પુસ્તક પરબ જ્ઞાનધારા દ્વારા હાલમાં 1100 પુસ્તકોનું નિ:શુલ્ક આદાન-પ્રદાન કરાય છે. `પુસ્તક પરબ જ્ઞાનધારા' પ્રથમ ચરણ ગત માસના 500 પુસ્તકોથી શરૂ થયેલા નિ:શુલ્ક સેવાને સારો પ્રતિભાવ મા શારદાનાં ઉપાષકો દ્વારા મળ્યો અને સેવા ઉપલબ્ધ કરાવવા બદલ આનંદ સાથે માનવીય બળ પૂરું પાડવા નિર્ધાર વ્યક્ત કરી કન્વીનર ઉર્વીબેન ભટ્ટ તથા તેમનાં સાથીદારોમાં નવું જોમ પૂરું પાડયું હતું. જેનાં પરિણામ સ્વરૂપ પુસ્તક પરબ જ્ઞાનધારાનાં બીજા ચરણમાં વિવિધ મુલાકાતીઓ દ્વારા ઉમદા કામગીરીને ધ્યાનમાં લઇ અંદાજિત 600 પુસ્તકો દાન સ્વરૂપે પોતાનું યોગદાન સંસ્થાને અર્પણ કર્યું. પુસ્તક પરબ જ્ઞાનધારા ગ્રુપ દ્વારા અબોલ જીવોના આશ્રય સ્થાન કામધેનું ગૌશાળામાં પણ નિયમિત સહયોગ આપે છે. વિશેષમાં સાંપ્રત સમાજમાં ધર્મ-ભાવના ઉજાગર કરવાનાં પ્રયાસો રૂપે સમયાંતરે સુંદરકાંડ તથા હનુમાન ચાલીસા પાઠ વિ.નું આયોજન વિવિધ સ્વરૂપે સમુદાયમાં ધાર્મિકતા જાગૃતિ અભિયાન પણ ચલાવાય છે. આ વિવિધલક્ષી પ્રવૃત્તિમાં પુસ્તકોની જાળવણીનું કાર્ય કુ. આકૃતિ ભટ્ટ, દક્ષાબેન ભાવસાર, સ્થળ કામગીરી મહેશભાઇ ભટ્ટ (પેસિફિક ફલાવર-આદિપુર) તેમજ વિવિધ આયોજનોમાં અંજલી ગજ્જર, કુલદીપ ગજ્જર, અમિત ભટ્ટી, મહેશભાઇ માલી તથા હિતેષભાઇ ચૌહાણ જેવા સેવાના ભેખધારીઓ સમય શકિતનું યોગદાન આપી રહ્યા છે. ગ્રુપની તમામ સેવાલક્ષી પ્રવૃત્તિઓ કન્વીનર ઉર્વીબેન ભટ્ટ તથા સહ કન્વીનર કિશોરભાઇ પરમારના નેજા હેઠળ કરાય છે. વધુ માહિતી માટે 98255 89682 અને 94283 09600 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer