પ્રજ્ઞાચક્ષુઓને ઇવીએમમાં બ્રેઇલમાં ક્રમ શોધવા ડમી બેલેટ પેપર અપાશે

ભુજ, તા. 22 : આજે લોકસભાની ચૂંટણી માટે મતદાન કરવા જતા દિવ્યાંગોને ચૂંટણીતંત્ર દ્વારા વિશેષ સુવિધા અપાશે. દિવ્યાંગજનોને મતદાન માટે ખાસ બૂથ ઊભા નથી કરાયા પણ સામાન્ય બૂથો ઉપર જ અલગથી વ્યવસ્થા કરાઇ છે. જેવી કે લાઇનમાં ઊભા નહીં રહેવાનું, સીધા બૂથમાં જઇને મતદાન કરી શકશે. જે દિવ્યાંગ મતદારને જરૂર હશે તેમને વ્હીલચેર અપાશે ઉપરાંત સહાયકની જરૂર હશે તો તેમને સહાય કરાશે. બૂથમાં પહોંચ્યા પછી ઇવીએમ મશીનમાં ઉમેદવારોનો ક્રમ બ્રેઇલમાં તપાસીને મત આપી શકે તે માટે પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે ખાસ બ્રેઇલલિપિમાં લેખેલું ડમી બેલેટ પેપર અપાશે જેના પરથી ઉમેદવારનું નામ, પક્ષ, ક્રમ નંબર વગેરે શોધવા સરળ પડશે. રાજ્યમાં પ્રજ્ઞાચક્ષુઓની સુવિધા માટેના બ્રેઇલ બેલેટ પેપર છપાવાયા છે તે પૈકી કેટલાક કચ્છમાં માધાપરના નવચેતન અંધજન મંડળની પ્રેશમાં પણ છપાવાયા હતા.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer