રતિયા ચોકડી પાસે ધોકાથી થયો હુમલો

ગાંધીધામ, તા. 22 : ભુજના રતિયા ચોકડી પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત બાદ ચાર શખ્સોએ બાઇકચાલક ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો. ભુજની રતિયા ચોકડી નજીક આજે સવારે આ બનાવ બન્યો હતો. બાઇકચાલક કાસમ જુણસ નામનો યુવાન કેરાથી ભુજ મોટાપીર ચોકડી બાજુ આવી રહ્યો હતો. દરમ્યાન વળાંક પાસે સામેથી આવતી કાર સાથે અકસ્માત સર્જાતાં આ કારમાં સવાર ચાર શખ્સોએ યુવાન ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો. આ ચાર શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી યુવાનને માર માર્યો હતો. આ યુવાનને સારવાર અર્થે ખસેડાયો હતો. આ બનાવની જાણ પોલીસ મથકે થયા બાદ આજે સાંજ સુધીમાં તે અંગે ફરિયાદ નોંધાઇ નહોતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer