ભુજની ભાગોળે ફૌજીના ઘર પર અજ્ઞાત શખ્સોનો પથ્થરમારો

ભુજ, તા. 21 : શહેરમાં માધાપર રોડ સ્થિત ઓધવ ઇશ્વર નગર ખાતે રહેતા ફૌજીના ઘર ઉપર ગતરાત્રે અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. ઘરમાલિક   દ્વારા આ બાબતે પોલીસને લેખિત ફરિયાદ-અરજી આપવામાં આવી હતી. અત્રેની જનરલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા  ફૌજીના પત્ની મિથલેશ સત્યવિરાસિંહ ગઇકાલે રાત્રે તેમની ફરજ ઉપર ગયા હતા અને પાછળ ઘરે તેમના સંતાનો  એકલા હતા ત્યારે આ ઘટના બની હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.  પથ્થરમારા સહિતના આ હુમલામાં ઘરની બારીઓના કાચ તૂટવા સાથેની નુકસાની થઇ હતી. આ હુમલાથી પોતે અને પરિવારના સભ્યો ભયભીત બન્યા હોવાનું જણાવી યોગ્ય પગલાં લેવાની તેમણે માગણી કરી હતી.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer