ભુજ-માધાપરમાં કોંગ્રેસના રોડ-શોનું આકર્ષણ

ભુજ-માધાપરમાં કોંગ્રેસના રોડ-શોનું આકર્ષણ
ભુજ, તા. 21 : મતદાનને જ્યારે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે વધુમાં વધુ લોકો સુધી પહોંચવાનો અંતિમ ઘડી સુધીનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરાયો હતો. કચ્છ-મોરબી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નરેશભાઇ મહેશ્વરી દ્વારા ભુજ શહેરના સ્ટેશન રોડ, ભીડ બજાર, સરપટ ગેટ, દાદુપીર રોડ, રાવલવાડી રિલોકેશન, સંસ્કારનગર, જયનગર, વાલદાસનગર, પ્રમુખ સ્વામી નગર તથા માધાપર જૂનાવાસ અને નવાવાસ, ગામતળ અને સોસાયટી વિસ્તારોમાં બાઇક સાથે રોડ-શો યોજાયો હતો. આ અવસરે કચ્છની લોકસભા કોંગ્રેસને જીતાડવામાં શહેરી વિસ્તારનો મોટો ફાળો રહેશે તેવો વિશ્વાસ અપાયો હતો. આ રોડ-શો દરમ્યાન નરેશ મહેશ્વરીએ જણાવ્યું કે, ભુજ વિસ્તારમાં લોકોએ જણાવ્યું કે દરરોજની પાણી, ગટર, રસ્તાની વ્યાપક સમસ્યાઓ ઉકેલવામાં ભાજપ નિષ્ફળ નિવડયો છે. ભાજપના લોકો માત્ર ને માત્ર પોતાના ફાયદા મેળવવામાં જ મસ્ત છે અને ભુજના લોકો ખૂબ જ ત્રસ્ત છે. માટે આ વખતે લોકોએ કોંગ્રેસના પંજાને સાથ આપવાનું મન બનાવી લીધું છે. વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ પણ ભુજ નગરપાલિકાની નિષ્ફળતા જણાવતાં કહ્યું કે ભાજપના લોકો માત્ર ને માત્ર પોતાના મળતિયાઓને સાચવવાનું કામ કરી રહ્યા છે. માધાપરના સરપંચ અને પ્રદેશમંત્રીએ પણ માધાપરના લોકોને આહ્વાન કર્યું હતું કે ગામના જ ઉમેદવાર છે ત્યારે દિલ્હીમાં માધાપરનો સાંસદ બિરાજે, જેનું યશભાગી માધાપર ગામ બને. આ રોડ-શોમાં પ્રદેશમંત્રી રફીક મારા, અમીરઅલી લોઢિયા, શામજીભાઇ આહીર, કાસમ સમા, આયસુબેન સમા, રાણબાઇ મહેશ્વરી, મુકેશ ચૌહાણ, માનસી શાહ, રઝાક ચાકી, ફકીરમામદ કુંભાર, નરેન્દ્ર ભીલ, ફાલ્ગુની ગોર, રમેશ વોરા, રઘુભા જાડેજા, રસિકભાઇ ઠક્કર, જગદીશ ઠક્કર, હરિસિંહ રાઠોડ, પ્રાણભાઇ નામોરી, કવિતાબેન પઠાણ, સોનલબેન જોષી, કૌશલ્યાબેન પટેલ, રસિકબા જાડેજા, અંજલિ ગોર, રવિ ડાંગર, સતાર મોખા, જેન્તીભાઇ પારેખ, અશ્વિન જોષી, તેજશી થારૂ, ધીરજ રૂપાણી, રમેશ ગરવા, શક્તિ રાણા, બાબુભાઇ ગજ્જર, દીપક ડાંગર, ગની કુંભાર જોડાયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer