ભાજપ શાસનમાં યોજના છેવાડા સુધી પહોંચી

ભાજપ શાસનમાં યોજના છેવાડા સુધી પહોંચી
ભુજ, તા. 21 : મારા માટે શું? ને બદલે મારા થકી શું?ની નવી દૃષ્ટિ, નવી સોચ, નવસર્જન અને નૂતન માનવવાદ માટે દાન નહીં પણ દાનતને મુદ્રાલેખ  બનાવનારા નરેન્દ્રભાઈ મોદીને ફરી વડાપ્રધાન પદે આરૂઢ કરવા ભાજપની ફરીવાર નિર્ણાયક સરકાર બનાવવા આપ સૌ સાથે મળી ભાજપના નિશાન કમળને મત આપો એવી અપીલ સાથે બન્ની વિસ્તારના ભિરંડિયારા- ખાવડા, ભગાડિયા વિસ્તારના લોકસંપર્ક અને જાહેરસભામાં, જાહેર કાર્યક્રમમાં ભાજપના લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું. છેલ્લા 70 વર્ષથી દર ચૂંટણીએ ઠાલા વચનો આપી જીત મેળવતી કોંગ્રેસે ભ્રષ્ટાચાર સિવાય કંઈ નથી કર્યું જે વાસ્તવિક્તાથી દૂર હોય. જેની અમલવારી અને નિયમો એટલા જટિલ હોય જે સામાન્ય ગરીબ માટે અશક્ય છે. તેવા હથેડીમાં ચાંદ બતાવવા જેવા વચનોથી હવે લોકો છેતરાશે નહીં. 2014માં જેથી લોકોએ કોંગ્રેસને 44 સીટો જ આપી અને ભાજપને બહુમતી આપી તેના સાથી પક્ષો સાથે જંગી વિજય અપાવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.  100 ટકા ગામડાઓમાં વીજળીકરણ, અનેક યોજનાઓ થકી છેવાડાના નાનામાં નાના લોકોને લાભો મળ્યા છે. યુવા અને જાગૃત વિનોદભાઈ ચાવડાને ભાજપે ફરીથી આપની સેવાની તક આપી છે. તેને જંગી મતોથી વિજયી બનાવવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં ધારાસભ્યો ડો. નીમાબેન આચાર્ય, વીરેન્દ્રસિંહ જાડેજા, વલમજીભાઈ હૂંબલ, કૌશલ્યાબેન માધાપરિયા, ભીમજીભાઈ જોધાણી, ધનજીભાઈ ભૂવા, હઠુભા જાડેજા, હિતેશ ખંડોર, હરીશભાઈ ભંડેરી, જયંત માધાપરિયા, મીરાશા મૂતવા, મીરખાન મૂતવા, દેવેન્દ્ર દાના, ફકીર મામદ, રાયશી, જેમલભાઈ રબારી, તૈયબ સમા, સનાવાલા સિદ્ધિક સમા, પ્રાણલાલ રાજદે, વગેરે જોડાયા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer