આદિપુરમાં પંચકુંડી યજ્ઞ-ધર્મસભા યોજાઇ

આદિપુરમાં પંચકુંડી યજ્ઞ-ધર્મસભા યોજાઇ
ગાંધીધામ, તા. 21 : અહીંના પંચમુખી હનુમાન મંદિરે હનુમાનજી દાદાના જન્મોત્સવે સવારે મંદિરે ધ્વજારોહણ બાદ દીપ પ્રાગટય અને પંચકુંડી મહાયજ્ઞ પ્રારંભ થયો હતો, જેની પૂર્ણાહુતિ સાંજે થઇ?હતી, જેમાં અગાઉ યોજાયેલી નવ દિવસ અખંડ રામધૂનની પણ યજ્ઞમાં આહુતિ અપાઇ હતી. બપોરે 12 વાગ્યે જન્મોત્સવ બાદ મહાઆરતી અને ભગવાનને થાળ ધરાવ્યા બાદ મહાપ્રસાદનો પ્રારંભ થયો હતો જે રાત સુધી અવિરત ચાલુ રહ્યો હતો જેમાં 8 હજાર ઉપરાંત ભક્તજનોએ પ્રભુપ્રસાદ લીધો હતો. દીપ પ્રાગટય રામકરણદાસજી અંતરજાળવાળાના હસ્તે થયું હતું. સુંદરકાંડ યજ્ઞની આહુતિ ગયાપ્રસાદજી શુકલાની મંડળી દ્વારા જ્યારે યજ્ઞના આચાર્ય જિજ્ઞેશ મારાજ રાજગોર, કનુભાઇ દવે, હિતેશ મારાજ તથા અન્યો રહ્યા હતા. મહિલાઓએ સાંજે આનંદનો ગરબો યોજી વાતાવરણને ભકિતમય બનાવ્યું હતું. મંદિરના મહંત બ્રહ્મચારી પ્રકાશઆનંદજી મહારાજના દેખરેખ હેઠળ તેમના ગુરુ બ્રહ્મલીન કેશવદાસજી મહારાજના આશીર્વાદથી  તમામ પંચમુખી હનુમાન મંદિરના સેવકગણે આયોજન સંભાળ્યું હતું. દરમ્યાન  ધર્મરક્ષા દિવસે  રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા ધર્મની રક્ષા અને  જાગૃતિ સંદર્ભે બાઇક રેલીનું આયોજન કરાયું હતું જે મંદિરે પૂર્ણ થઇ?ત્યાં ધર્મજાગૃતિ સભાને સૌરાષ્ટ્ર પ્રાંતના સહ કાર્યવાહક મહેશભાઇ?ઓઝા, પૂર્વ કચ્છ જિલ્લાના સંચાલક માવજીભાઇ કાનજીભાઇ સોરઠિયા,  ધર્મ જાગરણ ગતિવિધિના કચ્છ વિભાગના  પ્રમુખ કાનજીભાઇ માતા, પૂર્વ કચ્છ વિભાગના પાલાભાઇ રબારી તથા અન્યોએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer